ગૌ પ્રત્યે પ્રેમ અને કરુણા ભાવ વ્યક્ત કરવા તેમજ ગૌરક્ષા પ્રત્યે જાગૃતતા ફેલાવવા 14મી ફેબ્રુઆરી “કાઉ હગ ડે” તરીકે ઉજવવા GCCI ની અપીલ

ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા ભારતીય ગૌવંશ ધરાવતી ગૌશાળાઓ, ગૌ ભક્તો અને આધ્યાત્મિક સંસ્થાઓને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ 14 ફેબ્રુઆરી 2025 ને “કાઉ હગ ડે” તરીકે ઊજવીએ. આ પહેલ ગૌમાતા પ્રત્યે પ્રેમ અને કરુણાનું ભાવ વ્યક્ત કરવા, ગૌરક્ષણને મજબૂત કરવા અને ગૌઆધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે છે. આ સાથે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને સાશ્વત વિકાસમાં ગૌમાતાની ભૂમિકા ને ઉજાગર કરશે.
GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ ‘કાઉ હગ ડે’ શા માટે મનાવવો જોઈએ ? તેના પર જણાવ્યું કે, આધુનિક જીવનશૈલીમાં ગૌમાતાનું મહત્વ પ્રજાજનોએ ફરીથી સમજાવી શકાય તે માટે આ દિવસ મહત્વનો બની રહેશે. ગૌમાતાને આલિંગન (હગ, ભેટ) કરવાથી તણાવ ઘટે છે, સકારાત્મક (પોઝીટીવ) ઉર્જા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે તે વાત આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે. આ ઉપરાંત, ગૌશાળાઓ અને ગૌઆધારિત ઉદ્યોગો માટે જાગૃતિ પેદા કરવા માટે આ દિવસ એક સારો અવસર બની રહેશે.
વિશેષમાં ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ ‘કાઉ હગ ડે’ કેવી રીતે ઉજવવો? તેના વિશે જણાવ્યું કે, ગૌશાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજવા, જેમ કે ગૌપૂજન, ભજન સંધ્યા અને ગૌસેવા પ્રવૃત્તિઓ, સોશ્યલ મીડિયા દ્વારા ગૌસેવાની જાગૃતિ ફેલાવવી, ગૌઆધારિત પંચગવ્ય તેમજ ગોબર અને ગૌમુત્ર થી બનતા ઉત્પાદનોનું માર્કેટમળી રહે તે માટે પ્રદર્શન કરવું
GCCI સર્વે ગૌભક્તો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પ્રજાજનોને આહ્વાન કરે છે કે તેઓ આ અભિયાનનો હિસ્સો બને અને વ્યક્તિગત કે સામૂહિક રીતે ગૌ સાથે થોડો સમય વિતાવી ને ‘કાઉ હગ ડે 2025’ ને ગૌસેવાના ભાવ સાથે ભવ્ય રીતે ઉજવે તેવી ડો. કથીરિયા એ અપીલ કરી છે.
વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, શ્રી તેજસ ચોટલિયા (મો. 9426918900), શ્રીમતી મીનાક્ષી શર્મા (મો. 83739 09295) પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.