#Blog

ગૌશાળા, પાંજરાપોળને સંસ્થાની માલિકીની જગ્યામાં બાવળ કાઢવો હોય કે તળાવ કરવું હોય તો આ માટે સમસ્ત મહાજનનો સંપર્ક કરવો.

25 ફેબ્રુઆરી, 2025 પહેલા સમસ્ત મહાજન નામે અરજી પત્ર મોકલવો.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજન દ્વારા મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા, તળાવ નિર્માણ સહિતનાં અનેકવિધ સત્કાર્યો કરવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતની કોઈ પણ ગૌશાળા, પાંજરાપોળને સંસ્થાની માલિકીની જગ્યામાં બાવળ કાઢવો હોય કે તળાવ કરવું હોય તો આ માટે સમસ્ત મહાજનનો સંપર્ક કરી શકાય છે. આ માટે 25 ફેબ્રુઆરી, 2025 પહેલા સમસ્ત મહાજન નામે, સમસ્ત મહાજનનાં અમદાવાદ અને મુંબઈ શહેરોમાં આવેલા કાર્યાલયનાં સરનામાં પર અરજી મોકલવાની રહેશે. જેમની અરજી પાસ થશે તેમને ત્યાં 1 માર્ચ, 2025થી કામ શરૂ કરવામાં આવશે. તેમ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહની યાદીમાં જણાવાયું છે. સમસ્ત મહાજનનું અમદાવાદ શહેરનું કાર્યાલય (4, સાનિધ્ય બિલ્ડીંગ, સંન્યાસ આશ્રમ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-9.), સમસ્ત મહાજનનું મુંબઈ શહેરનું કાર્યાલય (307,રાજશીલા બિલ્ડીંગ, 597, જે. એસ. એસ. રોડ, ચીરાબજાર, મુંબઈ-2.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *