GCCI અને કિશાન ગૌશાળા દ્વારા “વૈદિક હોળી” નું દિવ્ય આયોજન.

વૈદિક હોળીની ઉજવણી કરીને આપણી સંસ્કૃતિ, આરોગ્ય અને પર્યાવરણને બચાવીએ ! – ડો.વલ્લભભાઈ કથીરિયા
GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણની જાળવણી અને સાશ્વત પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે આ વર્ષે “વૈદિક હોળી”નું તા. 13 માર્ચ 2025 (ગુરુવાર)ના રોજ રાત્રે 08:00 કલાકે કિસાન ગૌશાળા, આજી ડેમ પાસે, રામવન સામે, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોલિકા દહન પવિત્ર ગાયના છાણા અને ગાયના છાણથી બનાવવામાં આવેલ સ્ટીક (ગૌ કાષ્ઠ) દ્વારા કરવામાં આવશે.
GCCI ના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાએ વૈદિક હોળીના હેતુ વિષે વાત કરતાં જણાવ્યું કે, વૈદિક હોળી દ્વારા, ગાયના છાણ અને લાકડાનો ઉપયોગ કરીને હોલિકા દહન કરવામાં આવશે, જે પર્યાવરણ રક્ષા કરવામાં મદદરૂપ થશે. સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ સંવર્ધનનું મહત્વ પુનઃસ્થાપિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયની પંચગવ્ય પેદાશો અપનાવી ગૌ શાળા ને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવશે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનમાં ગાયના છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે.
કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલે “વૈદિક હોળી” પ્રસંગના મુખ્ય આકર્ષણ વિશે જણાવ્યું કે હોળીના પાવન અવસરે ઉપસ્થિત તમામ ભક્તો માટે વિશેષ સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.
GCCI અને કિશાન ગૌશાળા તમામ સામાજિક કાર્યકરોને આ વૈદિક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ હોળી ઉત્સવમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગ ગૌ સંરક્ષણ, પર્યાવરણની શુદ્ધિ અને સ્વસ્થ પરંપરાના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. ચાલો આપણે વૈદિક હોળીની ઉજવણી કરીને આપણી સંસ્કૃતિ, આરોગ્ય અને પર્યાવરણનું જતન કરીએ!
વધુ માહિતી માટે GCCI જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, ચંદ્રેશભાઈ પટેલ મો. 97252 19761 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.