સંસ્કાર, સંસ્કૃતિ અને આરોગ્યનો સંગમ – “ગૌમય હોળી”- ડો.વલ્લભભાઈ કથીરિયા

કિશાન ગૌશાળા ખાતે ગૌમય હોળી નું આયોજન – ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા)
ભારતીય સંસ્કૃતિમાં ગૌમય (ગૌમૂત્ર અને ગોબર) ને પવિત્ર, ઔષધીય અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે, ગ્લોબલ કૉન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમ હેઠળ “ગૌમય હોળી” નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો હેતુ રાસાયણિક રંગોથી બચવા અને પર્યાવરણ રક્ષણ, સમાજ અને સ્વ-આરોગ્યની સંભાળ લેવા માટે કરવામાં આવ્યો છે. ગૌમય હોળીનું આયોજન 14 માર્ચ 2025 (ધૂળેટી) ના રોજ સવારે 8:00 કલાકે કિશાન ગૌશાળા, આજીડેમ નજીક, રામવનની સામે, રાજકોટ ગોંડલ બાયપાસ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ગૌમૂત્ર અને ગોબરથી હોળી રમવાનો અવસર મળશે, જેનાથી પાણીના પ્રદૂષણને રોકી શકાય અને ત્વચા સંબંધિત રોગોથી બચી શકાય. ગૌમય સ્નાન દ્વારા શરીરના ખરાબ તત્ત્વો બહાર નીકળી જાય છે, જેનાથી ત્વચા ચેપમુક્ત રહે છે. ગૌમૂત્રમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારતા તત્ત્વો હોય છે, જે ત્વચાને આરોગ્યવર્ધક અને ચમકદાર બનાવે છે. ગોબર અને ગૌમૂત્રના સંયોજનથી શરીરનું પીએચ સંતુલિત રહે છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. ગૌમય સ્નાનથી માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે. આ વિશિષ્ટ આયોજનને સફળ બનાવવા માટે ડૉ. વલ્લભભાઈ કથિરીયા, ચંદ્રેશભાઈ પટેલ અને મિત્તલભાઈ ખેતાણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ કાર્યક્રમ સંસ્કાર, સંસ્કૃતિ અને આરોગ્યના સંગમનું પ્રતિક છે. તમામ ગૌભક્તો અને પર્યાવરણપ્રેમીઓ આ પવિત્ર આયોજનમાં વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપીને તેને સફળ બનાવવા માટે યોગદાન આપે તેવી જી.સી.સી.આઈ. અને કિશાન ગૌશાળા વતી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા) મો. 97252 19761, જી.સી.સી.આઈ.ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, અને તેજસ ચોટલિયા મો. 94269 18900 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.