#Animal Welfare

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારાભારતીય જનતા પાર્ટીનાં રાજકોટ શહેર પ્રમુખ તરીકેડો. માધવ દવેની નિમણૂક થવા બદલ સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના એડવોકેટ ડો. માધવ દવેની રાજકોટ શહેર ભાજપ પ્રમુખની તાજેતરમાં જ નિમણુંક થઈ છે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા કરૂણા ફાઉન્ડેશનનાં વરિષ્ઠ સભ્ય અનેકવિધ સેવાકિય, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રખર જીવદયાપ્રેમી ગૌસેવક એડવોકેટ ડો. માધવ દવેની ભારત જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ અભિવાદન અને ગૌપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિખ્યાત હાસ્ય કલાકાર જય છનીયારાએ ઉપસ્થિત મહેમાનોને હાસ્યરસ પીરસ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં જય મુરલીધર ફાર્મનાં વિરાભાઈ હુંબલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એલ.એલ.એમ., એમ.જે.એમ.સી., એમ.બી.એ, પી.એચ.ડી.ની ડિગ્રીઓ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ ડો. માધવ દવે શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને, ૧૯૯૭ની સાલથી જાહેર જીવનમાં સક્રિય રહીને, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી, ભારતીય જનતા પાર્ટીના હયુમન રાઈટસ સેલ પ્રદેશ કન્વીનર અને રાજકોટ શહેર ભાજપના મંત્રી, ભાજપ લીગલ સેલ, ભાજપ ચૂંટણી સેલ, ગુજરાત પ્રદેશ ભાજપમાં આર્થીક સેલના પ્રદેશ સંયોજક તેમજ એનીમલ હેલ્પલાઈન—શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સેતુબંધ ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ સહિતની અનેકો સેવા સંસ્થાઓ સાથે માધવભાઈ તન, મન, ધનથી સંકળાયેલા છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં પણ ડાયરેકટર તરીકે સેવા આપે છે. ઉપરાંતમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીના ટ્રસ્ટી, રાજકોટ સમસ્ત બ્રહમસમાજના કારોબારી સદસ્ય વિગેરે જવાબદારીઓ સુપેરે નિભાવી છે. એડવોકેટ ડો. માધવ દવેનાં અભિવાદન પ્રસંગે પ્રતાપભાઇ પટેલ, જમનભાઇ પટેલ, ચંદુભાઈ હુંબલ, દિલીપભાઈ લાડાણી, જીતુભાઇ મનસુખભાઇ સાવલિયા, મનીષભાઇ ભટ્ટ, આનંદ અમૃતિયા, તુષારભાઈ મહેતા ચંદ્રેશભાઈ પટેલ, રાજુભાઈ બાલક, આશિષભાઈ ભૂતા, શેતૂરભાઇ દેસાઇ, ચેતનભાઇ મોરી, બટુકભાઈ ધ્રાંગા, બહાદુરભાઇ બરાડીયા, કાથડભાઈ સેગલીયા, રાવતભાઈ હુંબલ, નીપુલભાઈ ડઢાણીયા, અશ્વિનભાઈ વિઠ્ઠલાણી પરિવાર, વિરલભાઈ રાવલ, અમિતભાઈ દેસાઈ સહિતના શ્રેષ્ઠીઓનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યુ હતું, સૌને શબ્દોથી આવકાર રમેશભાઈ ઠકકરે આપ્યો હતો, પ્રાસંગીક પ્રવચન કરતા એડવોકેટ ડો. માધવ દવેએ સન્માન બદલ ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, જીવદયા, ગૌસેવા, માનવતાની કોઈપણ પ્રવૃતિમાં હરહંમેશ હું ખડેપગે રહીશ. મંચ કાર્યક્રમની આભારવિધી વિરાભાઈ હુંબલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન રાજકોટના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ રમેશભાઈ ઠકકર, પારસતભાઈ ભરતભાઈ મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *