#Blog ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
omonlynews.com / 3 months
- Jul 14, 2025
- 1 min read

- ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ.
- પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.
- ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ.
- ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.
- એક પરીવાર થકી એક ગાયનું પાલન-પોષણ કરીએ.
- ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
- ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.
- ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.
- માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ.
- જન્મદિવસ, લગ્ન સંસ્કાર એવં અન્ય પ્રસંગો ઉપ૨ ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.
- દિકરીને એક ગાયનું દાન આપીએ.
- ગોપાલકોને આદર અને સન્માન આપીએ.
- ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
- દરરોજ ગૌમાતાના દર્શન કરીએ.
- વર્ષમાં એક વખત ગૌશાળાની મુલાકાત લઈએ.
- ગૌ ઉત્સવો જોર–શોરથી ઉજવવાની શરૂઆત કરીએ.
- ગૌસેવા અર્થે પ્રકાશિત થતી – પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ. પ્રિન્ટ મીડીયા, સોશ્યલ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયામાં ગૌસેવાનો પ્રચાર-પ્રસાર કરીએ.
- ગૌરક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતના ગૌસેવાના તમામ કાર્યોમાં સહયોગ આપીએ.
- મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)