#Blog

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે : ગૌ ચિંતન

ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ આપણને શીખવે છે કે ગાયની સેવા જીવનમાં ઉતારવી કેટલી જરૂરી છે. ગાયનું દૂધ, દહીં, ઘી આપણને તાકાત અને આરોગ્ય આપે છે. કૃષ્ણ જેમ ગાયોને ચરાવતા, તેમની સંભાળ રાખતા અને તેમની સેવા કરતા હતા, તેમ આપણે પણ ગાયોની સાચી સેવા કરવી જોઈએ. ગાયના પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોમુત્ર, ગોબર) થી શરીર તંદુરસ્ત રહે છે અને ઘણી બીમારીઓ દૂર થાય છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓએ ગાયની મહિમા સમજાવી છે અને આજના વૈજ્ઞાનિકો પણ તેને માન્યતા આપે છે. ગાયનું મહત્વ માત્ર આરોગ્ય માટે નહીં, પણ પર્યાવરણ બચાવવા, સમાજના વિકાસ માટે અને આધ્યાત્મિક શાંતિ માટે પણ છે. ઘણા સંશોધન દ્વારા સાબિત થયું છે કે ગૌ ઉત્પાદનો માણસ અને પ્રકૃતિ માટે ખૂબ ફાયદાકારક છે. તેથી, આવો આપણે શ્રી કૃષ્ણ જન્મદિન જેવા પાવન દિવસે ગાયોની સાચી સેવા કરવાનો સંકલ્પ લઈએ — ફક્ત બોલવા સુધી નહીં, પણ હકીકતમાં જીવનમાં તેનો અમલ કરીએ. થોડા સૂચનો આ મૂજબ છે. (૧) ગાયનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહત્વ સમજીએ અને સમજાવીએ.
(ર) ગાયનું આર્થિક, સામાજીક, પર્યાવરણ રક્ષામાં મહત્વ સમજીએ અને સમજાવીએ.
(૩) શકય હોય તો ઘર આંગણે, વાડી, ફેકટરી, ઓફીસ, ફાર્મહાઉસમાં બે દેશી ગાય બાંધીએ.
(૪) દેશી ગાયનાં જ દૂધ, દહીં, ધી નો ઉપયોગ કરીએ અને બાાળકોને ખાસ સમજાવી બુદ્ધિમતા તેજ કરીએ.
(પ) વ્યકિતગત રીતે યોજવાનું શકય ન હોય તો પ-૧૦ નાં એક ગ્રુપ માં સંયુકત રીતે બે-ચાર ગાયને રાખીએ. એ જ ગાયોનાં દુધનો ઉપયોગ કરીએ. ખર્ચ વહેંચી લઈએ. (૬) ગેોશાળાની ગાય દતક લઈએ. અવારનવાર દર્શન કરીએ સેવા કરીએ.
(૭) ગેો શાળાની નિયમિત વીઝીટ કરીએ. બાળકોને કરાવીએ. ગાયની મહતા સમજાવીએ.
(૮) ઘરનાં શુભ પ્રસંગને, જન્મોત્સવ, લગ્નતિથિ, ગુરૂ જયંતિ સંમેલનો વિગેરે ગેોશાળામાં ઉજવીએ ગેો દાન કરીએ. મંગલનિધિ અર્પણ કરીએ.
(૯) ગેો પ્રોડકટસ જેવી કે ગેોમૂત્ર અર્ક, અન્ય પંચગવ્ય દવાઓ, સાબુ, શેમ્પુ, ફીનાઈલ, સેનેટાઈઝર નો ઉપયોગ કરીએ.
(૧૦) ગાયનાં ગોબરમાંથી બનાવેલી દેવ દેવીઓની મૂર્તિઓ, દીવા, કંડા ટેબલપીસ,ધૂપબતી, કેલેન્ડકર, ટાઈલ્સ વગેરે આઈટમોનો ઉપયોગ કરીએ.
(૧૧) ગેો આધારિત સંશોધનોમાં મદદરૂપ થઈએ.
(૧ર) ગેો રક્ષાનાં પુણ્યકાર્યમાં સહયોગ કરીએ.
(૧૩) બીમાર ગાયોની સેવા કરીએ તે માટે દાન કરીએ. ગેો સારવાર કેન્દ્રોને મદદરૂપ થઈએ.
(૧૪) મંદિર – મઠ – આશ્રમ સ્થિત ગેો શાળા સ્વાવલંબન બનાવવામાં મદદ કરીએ. તેમને ગેો પ્રોડકટ માટેનાં સાધનોની ખરીદીમાં મદદ કરીએ.
(૧પ) મહિલા – યુવાનોને ગેો આધારિત પ્રોડકટસ બનાવવાની તાલીમ આપીએ, સહયોગ કરીએ – ગેો સેવા કરતા મંડળોને યોગ્ય માર્ગદર્શન આપીએ.
(૧૬) ગેો સાહિત્ય, લેખ, કાવ્યો, સૂત્રો દ્વારા ગેોસેવાનો પ્રચાર-પ્રસાર કરીએ.
(૧૭) ગેો સેવા કરનારા ગૌ સેવકોને સન્માનિત કરીએ. તેમને ગેો પ્રોત્સાહન આપીએ. જૈવિક કૃષિ આઈટમોનો
ઉપયોગ કરીએ.
(૧૮) ગૌપાલકોનો પૂર્ણ આદર કરી યથાશકિત મદદ કરીએ.
(૧૯) ગેો આધારિત ઉદ્યેોગો સ્થાપિએ. સ્વનિર્ભર બનીએ સ્વાવલંબી બનીએ.
(ર૦) દરેક ગામમાં એક સારો ઘણખૂંટ-સાંઢ સમાવીએ અને તેના વાડા-ફરતી સુવ્યવસ્થા ગોઠવીએ.
(ર૧) નિયમિત ગેોપૂજા કરીએ. ગેો પ્રદક્ષિણા કરીએ. ગેો આરતી કરીએ. ગેો સંસ્કૃતિની પુન:સ્થાપનાના દરેક કાર્યમાં તન-મન-ધન થી સહયોગ કરીએ.જન્માષ્ટમીના મંગલદિને ઉપરોકત શુભ સંકલ્પ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવી ‘’યતો ગાય તતો કૃષ્ણ : યતો કૃષ્ણ તતો ધર્મ :, યતો ધર્મ તતો જય:’’ નાં ઉદ્દઘોષને ચરિતાર્થ કરી આપણી જાતને ધન્ય બનાવીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *