#Blog

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથામાં રક્તદાન કેમ્પ તથા ચક્ષુદાન – દેહદાન સંકલ્પ પત્રો ભરાવાશે

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત રેસકોર્સ ખાતે તા. 15-16-17 ડિસેમ્બરના રોજ યોજાયેલ જલકથા માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. 15-16-17 ડિસેમ્બર ના રોજ રક્તદાન કેમ્પ ઉપરાંત અંગદન- ચક્ષુદાન – સ્કીન ડોનેશન – દેહદાનના સંકલ્પ પત્રો સાંજના 06:00વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધી ભરવામાં આવશે. તથા તે કાર્ડ ને તુરંત લેમિનેશન કરી આપવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ વિવિધ સમાજના આગેવાનો તથા સેવાભાવીઓએ જોડાવા જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશ મહેતા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 783-ચક્ષુદાન, 61-દેહદાન તથા 44-સ્કીન ડોનેશન થયેલ છે.

અંગદાનને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જિંદગી બચી શકે, નવપલ્લવીત થઇ શકે.

ચક્ષુદાન, દેહદાન તથા સ્કીન ડોનેશન અંગેની વિશેષ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો.94285 06011) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *