#Blog

ગૌ ટેક રાજકોટ ની સફળતા બાદ આગામી “ગૌ ટેક -૨૦૨૬”નું મહારાષ્ટ્રના પૂના મુકામે આયોજન.

ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક ૨૦૨૬” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.૨૦ માર્ચ થી ૨૩ માર્ચ, ૨૦૨૬ સુધી પુના ખાતે યોજાશે.

“ગૌ ટેક ૨૦૨૬”માં 300થી વધુ સ્ટોલ, 10થી વધુ સેમિનાર અને 3.5 લાખથી વધુ મુલાકાતીઓ વચ્ચે ગૌ આધારિત અર્થતંત્રની ઝાંખી” પ્રસ્તુત થશે.

“ગૌ ટેક ૨૦૨૬” ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને શાશ્વત વિકાસની દિશામાં દોરી જતી બ્રાઉન ક્રાંતિ : ડો. વલ્લભભાઈ કથીરિયા

“ગાય સંપત્તિ સર્જન કરવાની અદ્ભૂત ક્ષમતા ધરાવે છે,એની સાથે સંબંધિત દરેક વસ્તુમાં વૈજ્ઞાનિક અને આર્થિક મૂલ્ય છુપાયેલું છે. ગૌ ટેક એ ક્ષમતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું એક મૂલ્યવાન મંચ છે.” – શ્રી મિતલ ખેતાણી

યુનાઇટેડ નેશન્સ ના 17 સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે “ગૌ ટેક ૨૦૨૬” – શ્રી રમેશભાઈ ઘેટીયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરશે “ગૌ ટેક ૨૦૨૬”.

ગૌ ટેક – 2023 ની સફળતા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અનેક સ્ટાર્ટઅપ્સનું રોકાણ મળ્યું અને અનેક નવીનતાઓને માન્યતા મળી, તે “ગૌ ટેક ૨૦૨૬” માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આ ઐતિહાસિક સફળતા ને ધ્યાને લઈ, ગૌ ટેક – ૨૦૨૬ પુણે ખાતે યોજવામાં આવી રહ્યો છે, જે ભારતની સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક મંચ પર રજૂ કરશે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા આયોજિત “ગૌ ટેક ૨૦૨૬” ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરની ગૌ આધારિત સમિટ અને પ્રદર્શની છે, જે ૨૦ માર્ચ થી ૨૩ માર્ચ, ૨૦૨૬ સુધી એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના ખાતે યોજાવા જઇ રહી છે. “ગૌ ટેક” એ ગૌ આધારિત ઉદ્યોગો માટે ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું મંચ બની રહ્યું છે. આ કાર્યક્રમ એક ઐતિહાસિક પ્રયત્ન છે જેમાં સંસ્કૃતિ પરંપરા, ટેકનોલોજી અને નવીનતાનોઓનું મિશ્રણ જોવા મળશે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને “કામધેનુ” તરીકે માનવામાં આવે છે. જેના દુધ, ગૌમૂત્ર અને ગોબરથી આરોગ્ય, ખેતી, ઊર્જા, સ્વચ્છતા, જૈવિક પર્યાવરણ અને આર્થિક સશક્તિકરણના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો બની રહ્યાં છે. “ગૌ ટેક ૨૦૨૬” એ તમામ શક્યતાઓને એક જ મંચ પર લાવીને યુવાનો, મહિલાઓ, ગૌશાળાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને સહયોગનું વાતાવરણ ઊભું કરશે.
ડો.વલ્લભભાઈ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી, એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ કરવા, સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારશ્રીની મદદથી PPP મોડલ પર વ્યવસાયો શરૂ થયા છે. ભારતીય દેશી ગાયોના A – 2 દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર, ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે. ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ, વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ત્રપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે. કાઉડંગ ( ગોબર )માંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ,પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ થયું છે. ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, CO2,હાઈડ્રોજન ઉત્પાદન ફેક્ટરીઓમાં સપ્લાય થઈ રહ્યા છે.
ગૌ ટેક ૨૦૨૬ના આયોજન માટે પુણેની પસંદગી કરવામાં આવી છે કારણ કે પુણે મહારાષ્ટ્રનું મહત્વપૂર્ણ શૈક્ષણિક, સંશોધન અને નવોચારનું કેન્દ્ર છે. પુણે તથા આસપાસના વિસ્તારોમાં અનેક પ્રતિષ્ઠિત કૃષિ અને પશુપાલન યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સ, પ્રગતિશીલ ખેડૂત સમૂહો તથા સક્રિય ગૌશાળાઓ કાર્યરત છે. પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગસાહસિકતા, ડેરી વિકાસ અને કૃષિ-પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં પુણેની મજબૂત પરિસ્થિતિ આ આયોજનના ઉદ્દેશ્યોને સંપૂર્ણ રીતે અનુરૂપ છે. ઉપરાંત, પુણેનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, ઉત્તમ કનેક્ટિવિટી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની હાજરી ગૌ ટેક ૨૦૨૬ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક મંચ પૂરું પાડશે.
ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સલાહકાર અને GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણીએ કહ્યું કે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને GCCIના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના નેતૃત્વ હેઠળ આયોજિત “ગૌ ટેક ૨૦૨૬” માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના માર્ગમાં “મેક ઇન ઇન્ડિયા” અને “વોકલ ફોર લોકલ” જેવા અભિયાનોને મજબૂતી આપવાનો એક સશક્ત પ્રયાસ છે. ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ઉપલબ્ધ ગૌવંશના ગૌમૂત્ર અને ગોબર સરળતાથી ઉપલબ્ધ રો મટીરીયલ છે, જેને વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપક્રમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ક્લીન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને મેક ઇન ઈન્ડિયાના વિઝનને બળ મળશે.
લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર અને GCCI ના જનરલ સેક્રેટરી શ્રી રમેશભાઈ ઘેટીયાએ જણાવ્યું હતું કે, “ગૌ ટેક ૨૦૨૬”માં ખાસ કરીને “ગૌ આધારિત ઉદ્યોગો “ગૌ પ્રવાસન”, “ગૌ આરોગ્ય”, “ગૌ આયુર્વેદ”, “ગૌ પ્રોડક્ટ પ્રોસેસિંગ”, “પંચગવ્ય ઉત્પાદનો”, “ગૌ ઊર્જા બાયો ફ્યુઅલ”, “ગૌ ગ્રામ મોડેલ”, “કામધેનુ નગર”, “ગૌ છાત્રાવાસ” અને “ગૌ ઉદ્યમિતા તાલીમ” જેવા અનેક વિષયો આધારિત સ્ટોલ લગાવવામાં આવશે. દેશ-વિદેશમાંથી અંદાજે 300થી વધુ પ્રદર્શકો, 10થી વધુ વિષયો પર સેમિનાર, સ્ટાર્ટઅપ્સ અને આશરે 3.5 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે.
GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગરે કહ્યું હતું કે GCCI તરફથી તમામ ગૌ પ્રેમી, ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યમીઓને, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓને, સંશોધકો અને ટેકનિકલ ઇનોવેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ “ગૌ ટેક ૨૦૨૬” માં સ્ટોલ બુક કરીને પોતાના ઉત્પાદનો, સેવાઓ અને વિચારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરે. સ્ટોલ બુકિંગ શરૂ થઈ ગયેલ છે ઇચ્છુક ભાગ લેનારોએ સંપર્ક કરવા માટે મો. 93419 28011, 79874 41471, 83201 77647 અથવા Email: info@gautechexpo.in પર સંપર્ક સાધવો.
GCCI ના જનરલ સેક્રેટરી શ્રી પુરીશ કુમારે જણાવ્યું કે “ગૌ ટેક ૨૦૨૬”ને ઉચ્ચ સ્તરીય, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવાના હેતુથી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી તરીકે Toredo Fairs India Pvt. Ltd. ની પસંદગી કરવામાં આવી છે. આ એજન્સીના શ્રી મનિષ ચતુર્વેદી Gau Techના વિઝન અને ગૌ આધારિત ચળવળ સાથે જોડાયેલા છે. પ્રદર્શન આયોજનથી માંડીને આંતરરાષ્ટ્રીય ધોરણની સ્ટોલ રચના, પ્રતિભાગી સંકલન અને સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન સુધી Toredo Fairs India Pvt. Ltd. ની અનુભવી ટીમ ગૌ ટેક ૨૦૨૬ને એક પ્રભાવશાળી, વ્યાવસાયિક અને સફળ મહોત્સવ બનાવવા માટે પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી રહી છે. ભારતમાંથી ગૌ ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો, ગૌ આધારિત અર્થવ્યવસ્થામાં રસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે સમગ્ર GCCI પરીવાર અને પૂનાનો ગૌ સેવા પરીવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *