#Blog

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર વિશેષ સંવાદ

તા. 15-04-2026, બુધવાર સાંજે 7:00 વાગ્યે નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે સંવાદ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે,જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે તા. 15-04-2026 બુધવાર સાંજે 07:00 વાગ્યે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદ દરમ્યાન લાલજીભાઈ ગૌ આધારિત અર્થવ્યવસ્થા, નવોચાર અને ગાય આધારિત ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરશે. તેમજ તેમના અનોખા ગાય ને પહેરાવી ગોબર અને ગૌમુત્રને વ્યવસ્થિત રીતે એકત્રિત કરી ખેડૂતો અને ગૌ પાલકો માટે ગોબર અને ગૌમુત્ર વધારાની આવકનું સાધન બની શકે તેવા ઉપકરણ અંગે વિગતવાર ચર્ચા કરશે. ઉપરાંત નમો વરદાનની શરૂઆત અને તેની પાછળની પ્રેરણા, ગૌશાળાઓમાં હાલની સમસ્યાઓ અને તેના ઉકેલ, “વેસ્ટ ટુ વેલ્થ” મોડલ દ્વારા આવકમાં વધારો કરવાની તકો, તેમજ ખેડૂતો અને ગ્રામિણ અર્થતંત્ર પર તેના પ્રભાવ વિશે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, આ ઉપકરણ ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે વિસ્તારી શકાય તેની ભવિષ્યની યોજનાઓ પણ રજૂ કરવામાં આવશે. આ સંવાદ દ્વારા યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને નવીનતા તરફ પ્રેરણા આપવામાં આવશે.
આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. 98257 05813, શ્રી પુરીશ કુમાર મો. 63933 03738 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *