જળસંચય એ જ જનસેવા : જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર બગસરાના ગામોમાં મોટા માંડવડા અને ચારણ પીપળી ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































