રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથીએક વર્ષમાં ઘાટકોપરમાં આઠ લાખ લોકોને ભોજન
સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટ – અમેરિકાના શ્રી મનુભાઇના ૮૦મા જન્મદિને આત્મનિર્ભર અભિયાન
અંતર્ગત સુશિક્ષિત બેરોજગાર એવા ૫૦ યુવાનોને ડ્રાઇવિંગ માટે અર્ટિગા ગાડી અર્પણ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પ્રત્યે અનન્ય શ્રદ્ધા-ભક્તિભાવ ધરાવતા અમેરિકાના સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – શાહ હેપીનેસ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી મનુભાઈ શાહનો ૮૦મો જન્મદિન માનવતા અને સત્કાર્યોની એક નવી દિશાચિહ્ન સર્જને સાર્થક બન્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમ ગુરુદેવની પ્રેરણાથી શ્રી મનુભાઈ અને શ્રી રિકાબહેન શાહના સહયોગથી ઘાટકોપરમાં એક વર્ષ પહેલાં પ્રારંભ થયેલા ગુરુ પ્રસાદ પ્રકલ્પ અંતર્ગત દરરોજ અર્પણ થતા શુદ્ધ ગરમ સાત્ત્વિક ભોજન દ્વારા એક વર્ષમાં ૮,0,000થી વધુ ભાવિકોની સુધાપ્તિ કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આજના દિવસે શ્રી મનુભાઈ શાહના ૮૦માં જન્મદિન નિમિત્તે ઘાટકોપરમાં ૮૦૦૦ ભાવિકોને ગુરુ પ્રસાદ પ્રકલ્પ અંતર્ગત ભોજન અર્પણ કરીને શાતા પમાડવામાં આવી હતી. દરેક જ્ઞાતિના ભાવિકોને ભોજન અર્પણ કરવાની અને સૌનું મંગલ થાય એવી ભાવના ધરાવતા શ્રી મનુભાઈના હતું કે “સત્કાર્યોની કદી કોઈ સીમારેખા હૃદયની માનવતા અને સદભાવના પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આશીર્વચન – બોધવચન ફરમાવતાં કહ્યું હોતી નથી. પરિચિત સ્વજનો સાથે મોજમજા કરીને જન્મદિવસની ઉજવણી કરતા અજાણ્યા લોકો વચ્ચે અપરિચિત એવા દુખીજનોના ચહેરા પર મુસ્કાન લાવીને ઊજવાતો જન્મદિન સાર્થક જન્મદિન બની જાય છે. વિશેષમાં પરમ ગુરુદેવની પ્રેરણાથી કોરોનાકાળમાં ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની અર્પણતા કરનારા પરમ ગુરુદેવ પ્રેરિત એનિમલ એમ્બ્યુલન્સ પ્રોજેક્ટમાં ૩ એમ્બ્યુલન્સ અર્પણ કરનારા પરમ ગુરુદેવ પ્રેરિત અનેક સત્કાર્યોમાં અને પરમધામ સાધના સંકુલમાં સર્જાઈ રહેલી વિશાળ ‘ઓલ્વેઝ કેર’ એનિમલ હૉસ્પિટલમાં મહત્તમ અનુદાન અર્પણ કરીને પોતાના અંતરની માનવતાનાં દર્શન કરાવનારા શ્રી મનભાઈના જન્મદિનના આ અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી મુંબઈના બેરોજગાર યુવાનોને રોજગાર માટે શ્રી મનુભાઈના અનુદાનના સહયોગથી ૫૦ અર્ટિગા કાર અપણ કરવામાં આવતાં હર્ષ- હર્ષ છવાઈ ગયો હતો. શ્રી મનુભાઈના અનુદાનના સહયોગથી ઘાટકોપરમાં ચાલી રહેલા ગુરુ પ્રસાદ પ્રક્સ્ટની શ્રૃંખલાને આગળ વધારતાં ઘાટકોપરના અનેક વિસ્તારોના ભાવિકો સાથે મુલુંડ અને ડોમ્બિવલીના સેંકડો ભાવિકોને દરરોજ ભોજન અર્પણ કરવામાં આવી રહ્યું છે. ઘાટકોપર સ્ટેશન, વિદ્યાવિહાર સ્ટેશન, ૬૦ ફુટ રોડ, રાજાવાડી, કામરાજ નગર, હનુમાન ટેકરી, કેન્સર પેશન્ટ્સ સેવા સદન આદિ ઘાટકોપરના વિવિધ વિસ્તારોમાં દરરોજના ૨૫૦૦થી વધુ લોકોને ભોજન પીરસવાના આ ભગીરય કાર્યમાં સેવાનું યોગદાન આપી રહેલા ઘાટકોપરના વિધાયક શ્રી પરાગભાઈ શાહ અને પારસધામના શ્રી વિરલભાઈ દોશીએ સુંદર ભાવોમાં અભિવ્યક્તિ કરીને પરમ ગુરુદેવની વરસતી કૃપા પ્રત્યે અહોભાવ પ્રગટ કરવા સાથે શ્રી મનુભાઈની ઉદારતા પ્રત્યે અનુમોદના પ્રગટ કરી હતી. શ્રી મનુભાઈ અને શ્રી રિકાબહેને પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ પ્રગટ કરીને, સત્કાર્યોની નવી-નવી પ્રેરણા આપવાની અને સત્કાર્યો કરવા માટેના આશીર્વાદની યાચના કરીને પારસધામ – ઘાટકોપરના દરેક સેવાભાવી ભાવિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































