પુજા, પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી કુશળ મહિલાઓ માટે ‘જલદુર્ગા ગૌરવ’ સન્માન કાર્યક્રમ યોજાશે.

- સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈને એવોર્ડ અર્પણ કરાશે.
રોટરી કલબ, પુણે દ્વારા પુજા, પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી કુશળ મહિલાઓ માટે ‘જલદુર્ગા ગૌરવ’ સન્માન કાર્યક્રમ તા. ૨૩, ઓકટોબર, સોમવારનાં રોજ, બી.એમ.સી.એ. આર્કિટેકચર કોલેજ ઓડીટોરીયમ, મહર્ષિ કર્વે શિક્ષણ સંસ્થા, કર્વેનગર, પુણે (મહારાષ્ટ્ર) ખાતે બપોરે ૩–૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન યોજાશે.
પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ સંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. નદીઓ અને નહેરોને અલગ-અલગ સ્તરે ઉંડા કરીને ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી કેવી રીતે પંપ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં સરીતા મેશ્રામ, મુગ્ધા સરદેશપાંડે, શૈલજા દેશપાંડે, ઈન્દવી તુલપુલેનું તથા સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી અને જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર જલતારા પ્રોજેકટ દ્વારા પરતુર અને મંથા તાલુકામાં જળક્રાંતિ કરનાર નૂતનબેન દેસાઈ (ભુસ્તર શાસ્ત્રી)ને પણ સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય લોકો માટે પાણી અને પર્યાવરણના મદ્દાઓને પ્રાથમિકતા આપી તેના માટે કામ કરતા લોકો અને ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન આપવું અને તેના દ્વારા બીજા લોકોને પ્રેરણા મળે તે માટેનો છે.





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































