એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો 4 જાન્યુઆરી એ જન્મદિવસ

એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો 4 જાન્યુઆરી એ જન્મદિવસ છે. ગાય સેવા અને પશુ કલ્યાણ પ્રત્યે મુંબઈથી પરેશ શાહ સતત પ્રયત્નશીલ રહે છે. પરેશ શાહ પોતાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ દ્વારા ગાય સેવાના ઉમદા હેતુને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ- સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ સાથે પરેશ શાહે પોતાના જીવનમાં અનેક તપસ્યાઓ કરી છે. પરેશ શાહ બી. કોમ, એમ. કોમ અને જર્નાલીઝમનાં અભ્યાસ બાદ 5 પ્રતિક્રમણ, બાળ શિબિર અને યુવા શિબીર પણ કરેલી છે. પરેશ શાહ સમસ્ત મહાજન, જૈન એજ્યુંકેશન અને એમ્પાવર ટ્રસ્ટ, શ્રાવિકા આશ્રમ પાલીતાણા, શ્રી પાર્શ્વનાથ જૈન મૂર્તિપૂજક સંઘ, જયાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં ટ્રસ્ટી તેમજ શ્રી સતરા કુટુંબ પરિવાર જૈન સંઘ, બોરના – લીંબડી, ગુજરાત, શ્રી સતરા કુટુંબ પરિવાર જૈન ભક્તિ કેન્દ્ર – બોરના, લીંમડી, ગુજરાત, જિનજ્ઞા સેવા ટ્રસ્ટ – મુંબઈ, શ્રી ઝાલાવાડ જૈન ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં, ઠાકુર વિલેજ જૈન સંઘનાં ફાઉન્ડર ટ્રસ્ટી છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
જન્મ દિવસ પર પરેશ શાહને અભિનંદન પાઠવવા માટે મો. 98193 01298.
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































