“ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” જયપુર ની તૈયારી અંગે મધ્ય પ્રદેશમાં GCCI ની વિશેષ બેઠક સફળતાપૂર્વક સંપન્ન

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને દેવરાહા બાપા ગૌ સેવા પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” નું આયોજન રાજસ્થાનની રાજધાની જયપુરમાં થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ દેશભરના ગૌભક્તો, ગૌ ઉદ્યોગકારો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને એકમંચ પર લાવવાનો પ્રેરક પ્રયાસ છે, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના દિશામાં ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવશે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને GCCI ના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ મધ્ય પ્રદેશ રાજ્યની ભોપાલમાં વિશેષ બેઠક યોજાઈ, જેમાં GCCI મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપ ધનરાજ ગુપ્તાના નેતૃત્વ હેઠળ રાજયના તમામ જિલ્લાઓમાંથી GCCI ના જિલ્લા અધ્યક્ષો અને અન્ય હોદ્દેદારોએ ભાગ લીધો. બેઠકમાં એકમતથી સંકલ્પ લેવાયો કે દરેક જિલ્લામાંથી પ્રતિનિધિમંડળ જયપુર મુલાકાત કરશે. તથા દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછો એક સ્ટૉલ લાગશે તેના માટે પ્રયાસ કરવામાં આવશે. આ સ્ટૉલ દ્વારા મધ્ય પ્રદેશ જિલ્લાની ગૌ આધારિત પ્રવૃત્તિઓ, ઉત્પાદનો, મોડેલ ગૌશાળાઓ, મહિલા સ્વ-સહાય જૂથો, પંચગવ્ય આયુર્વેદ, જૈવિક ખેતી, દેશી ગાયોની જાતો, નવાચ્ચારો વગેરે પ્રસ્તુત કરવામાં આવશે. Gau Tech 2025 માત્ર એક પ્રદર્શન નહીં, પણ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ માટે અધ્યાત્મ, વિજ્ઞાન, ઉદ્યોગકારિતા અને સંસ્કૃતિના સમાગમનું પ્રતીક હશે. આયોજન દરમિયાન વિવિધ ગૌ સેવા વિષયક સેમિનાર ટેકનિકલ સત્રો, પ્રદર્શન, સ્ટાર્ટઅપ ઝોન, ગૌ આધારિત કૃષિ, ગૌ-પર્યટન, પંચગવ્ય આયુર્વેદ તેમજ યુવાનો અને મહિલાઓ માટે તાલીમ અને નેટવર્કિંગ સત્રો યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ગૌ કવિતા સંમેલન, ગૌ-ગાન સંધ્યા અને પરંપરાગત લોકકળાઓ પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. GCCI ના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું માનવું છે કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ગૌ આધારિત અર્થવ્યવસ્થાની કેન્દ્રિય ભૂમિકા છે. આ પહેલ “વેદોથી પ્રયોગશાળાઓ સુધી” અને “ગૌશાળાઓથી વૈશ્વિક બજાર સુધી”ના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમ માત્ર એક મેળો નહીં, પણ ગૌ સંસ્કૃતિના નવજાગરણનો આરંભ છે. આ બેઠકમાં LNCT યુનિવર્સિટીના સચિવ ડૉ. અનુપમ ચોકસે અને કુલપતિ શ્રી નરેન્દ્ર થાપકે બેઠકમાં પધારેલા GCCI અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું સન્માન કર્યું. પ્રાદેશિક બેઠકમાં મુખ્યત્વે શ્રી જવાહરલાલ ગુપ્તા, શૈલેષ પાળીવાલ (ઇન્દોર), સુમનલતા તામ્રકાર, અજય નરેલિયા (શાજાપુર), ગંભીરસિંહ રાજપૂત (નર્મદાપુરમ), રાજેશ ચૌહાણ (ઝાબુઆ), રામ રઘુવંશી (અશોકનગર), રાજવીરસિંહ (મોરેના), મનોજપ્રતાપસિંહ (સતના), ઈશ્વર અંબોદિયા (ઉજ્જૈન), ભગવાનસિંહ સિંગોરિયા (રાયસેન), શિશિર વિશ્વકર્મા (છિન્દવાડા), ભાગીરથ તિવારી (નરસિંહપુર), એ.એલ. દ્વિવેદી (ભોપાલ), હુકમસિંહ પાટીદાર (નીલબડ), દીપાલી ઉપાધ્યાય, અજય સોની (ભોપાલ) સહિત સમગ્ર પ્રદેશમાંથી ગૌસેવા સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગિતા નોંધાવી હતી. બેઠકનું સંચાલન શૈલેન્દ્ર તેનગરીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને પવન દુબેએ આભાર વિધિ નિભવી હતી। GCCI દેશભરના ગૌસેવકો, ખેડૂત સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ, મહિલા જૂથો, યુવા સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને આહ્વાન કરે છે કે તેઓ 30 મે થી 2 જૂન 2025 દરમ્યાન જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે યોજાનારા GAU Tech 2025 – ગૌ મહાકુંભ માં ભાગ લઈ પોતાનો સ્ટૉલ મો. 9351041913 / 6367902304 પર આજે જ બુક કરો.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































