શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા તા. 8, જૂન, રવિવારના રોજશ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક, દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપશે.
ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારકાની પાવન ધરતી પર પધારી રહ્યા છે. તેઓ વર્ષોથી દેશભરમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા પ્રયત્નશીલ છે. તેઓ દ્વારકા માં પ્રાકૃતિક ખેતી અંગે સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપશે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીની પદ્ધતિઓથી પરિચિત કરવા માટે શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલનનું તા. 8, જૂન, રવિવારના રોજ સવારે 10-00 થી 01-00 દરમ્યાન શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક, દ્વારકા આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી સંમેલનમાં પધારવા પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત મિત્રો, ગૌશાળા – પાંજરાપોળના સંચાલકો, ગૌપ્રેમીઓ, યુવા કૃષિપ્રેમીઓ ને જાહેર આમંત્રણ શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા આપવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત મિત્રો, ગૌશાળા – પાંજરાપોળના સંચાલકો, ગૌપ્રેમીઓ, યુવા કૃષિપ્રેમીઓ અને સંસ્થાઓ એકત્ર થઈને ભાવિ ખેતીની નવી દિશાઓ અંગે માર્ગદર્શન મેળવશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ, જેમ કે જમીનની ફળદ્રુપતામાં સુધારો, ખેત ખર્ચમાં ઘટાડો, અને રાસાયણિક મુક્ત ખાદ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત, ખેડૂતોને જીવામૃત, બીજામૃત, અને નીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અને વ્યવહારિક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, જેમ કે બાયોમાસ મલ્ચિંગ, મિશ્ર ખેતી, અને ઓછા પાણીના ઉપયોગની તકનીકો, પ્રાકૃતિક ખેતીના સાધનો, બીજ, પ્રદર્શન અને વેચાણ. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પડકારો પર માહિતી, સરકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને મળતી સહાય અને પ્રોત્સાહનોની વિગતો અંગે વિસ્તૃત માહિતી ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આપવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત ભરમાં ભ્રમણ કરીને પ્રાકૃતિક ખેતી વિષયક સેમિનારોમાં પોતાનું માર્ગદર્શન આપતા રહે છે, અને કુદરતી ખેતી સાથેના પોતાના અનુભવો વર્ણવતા જણાવે કે જંતુનાશક દુરુપયોગને કારણે, જમીનની ફળદ્રુપતા સૌથી મોટી હાનિ થઈ છે, “જે જમીનમાં કાર્બનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ ટકાથી ઓછું હોય તે ઉજ્જડ ગણાય
છે. ‘હરિયાળી ક્રાંતિ’ પહેલા, આપણી જમીનમાં કાર્બનિક કાર્બનનું પ્રમાણ ૨-૨.૫ ટકા હતું; હવે તે ૦.૨-૦.૩ ટકા છે. તેથી, આપણી જમીન ઉજ્જડ બની ગઈ છે. આપણા ખાદ્ય પાકો જમીનમાંથી ખૂબ ઓછા પોષક તત્વો મેળવી રહ્યા છે અને સંપૂર્ણપણે ખાતરો પર નિર્ભર છે.” આનો અર્થ એ થયો કે ખેડૂતો વધુને વધુ ખાનગી અથવા સરકારી સબસિડીની દયા પર છે. ભારત સરકાર હાલમાં યુરિયા અને ડીએપી સબસિડી પર વાર્ષિક રૂ. ૧.૨૫ લાખ કરોડ ખર્ચે છે. અને ભારતના લગભગ ૮૩ ટકા ખેડૂતો કે જેઓ ઉત્પાદનનો વધારાનો ખર્ચ સહન કરી શકતા નથી.
ગુજરાતના ૯૦૦,૦૦૦ ખેડૂતોના જીવનને બદલી રહ્યું છે. જીવામૃત તરીકે ઓળખાતું આ એક મફત ખાતર છે જે ગાયના મળ, આવશ્યક કઠોળ, ગોળ અને અળસિયું પર પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. અને તેનો ઉપયોગ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સિવાય બીજું કોઈ નહીં, પણ છેલ્લા આઠ વર્ષથી તેમના વતન કુરુક્ષેત્રમાં આવેલી ૧૮૦ એકર ખેતીની જમીન પર પણ કરી રહ્યા છે. જંતુનાશક-સંચાલિત અથવા તો ઓર્ગેનિક ખેતીની વિરુદ્ધ, સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિ, આ ‘ઝીરો-બજેટ ખેતી’ હવે કચ્છથી નવસારી અને સૌરાષ્ટ્ર સુધી રાજ્યભરમાં ૭૫૨,૦૦૦ એકર જમીન પર થઈ રહી છે. “કુદરતી ખેતી રસાયણોના ઉપયોગ વિના જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, જેનાથી વરસાદી પાણી જમીનમાં વધુ અસરકારક રીતે શોષાય છે. આનાથી વધુ વરસાદથી થતા નુકસાનમાં ઘટાડો થાય છે, પરંતુ ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે,” તેમણે કહ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કહે છે કે “હું પહેલા ખેડૂત છું, અને પછી રાજ્યપાલ છું,” વધુમાં જણાવ્યું હતું કે દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિને દેશની કૃષિ ક્રાંતિ તરીકે ઓળખાવી હતી. જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, દેશમાં મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવ્યું છે, તેને આગળ વધારવા આપણે સૌ પ્રયાસરત રહીએ તે જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ તેનાથી પર્યાવરણ બચે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. તેમણે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ તેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો લોકોને મળી રહેશે તેમ ઉમેર્યું હતું. પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિને જળ, જમીન અને હવાને શુદ્ધ રાખતી ખેતી ગણાવી હતી.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી વિશ્વને પ્રાકૃતિક કૃષિ માટે નવી દિશા અને વૈજ્ઞાનિક ઉકેલો પૂરા પાડવા તથા ભારતમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાનો છે.
શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક, દ્વારકા ખાતે યોજાનાર પ્રાકૃતિક ખેતી સંમેલન અંગેની વિશેષ માહિતી માટે રામજીભાઈ મજીઠિયા (મો.93775 88011), મિતલ ખેતાણી (મો.98242 21999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































