હવે વૃક્ષોને પણ મળશે પેન્શન,75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને મળશે 2500 રૂપિયા

સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપે છે, આ વાત તો સૌ કોઈને સમજાય પણ હવે હરિયાણામાં જૂના ઝાડને પણ પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકાર તરફથી આ અનોખી યોજના શરુ કરવામાં આવી છે. હવેથી 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા સ્કીમ અંતર્ગત 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવાનો નિર્ણય લીધો છે. જો કે, આ ઘોષણા સીએમ મનોહર લાલ ખટ્ટર તરફથી 5 જૂન 2021માં કરવામાં આવી હતી, પણ તેને લાગુ હવે કરવામા આવી છે. મે મહિનામાં થયેલા નોટિફિકેશનના આધાર પર હવે 75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. આવી સ્કીમ લાગૂ કરનારુ હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ પેન્શન હરિયાણા સરકાર વૃદ્ધા પેન્શનની સાથે જોડી દીધું છે. જેમ કે એક વૃદ્ધને એક મહિનામાં જેટલું પેન્શન મળે છે, એટલું જ એક ઝાડની દેખરેખ માટે હરિયાણા સરકાર એટલું જ પેન્શન એક વર્ષ માટે આપશે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































