શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગત મીટીંગનું આયોજન.

રસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા તા. 23, ડીસેમ્બર, મંગળવારના રોજ કરણસિંહજી બાલાજી મંદિર હોલ, પહેલો માળ, ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે સાંજે 07-00 કલાકેથી (સમયસર) કરવામાં આવ્યું છે. મીટીંગ પુરી થયા બાદ જૈન ભોજન-પ્રસાદની વ્યવસ્થા છે. રસ ધરાવતાં સૌને ઉપસ્થિત રહેવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા, ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટના દવાખાનામાં અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 13000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ‘જીવદયા રથ’ દ્વારા દરરોજ પશુ, પક્ષીઓ તેમજ કીડી, ખિસકોલી જેવા જીવો સહિતનાં પશુઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાંથી જીવદયા પ્રેમીઓ, પશુપાલકો તેમજ પાલતુ પશુ-પંખીઓના માલિકો સારવાર માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- રાજકોટ ખાતે આવે છે અને સંસ્થા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા જીવદયા પ્રેમી – પશુપાલકોના પ્રાણીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગત યોજાયેલ મીટીંગમાંરસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી (મો.98242 21999), શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી (મો.99980 30393), રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્રભાઈ કાનાબાર (મો. 9825077306), ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાની ટીમે આપ્યું છે.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































