#Blog

અમરેલી જીલ્લાનું થોરખાણ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું બાબરા તાલુકાનું થોરખાણ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે,ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું  મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી  માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.

     ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.       આ ગ્રામસભામાં કોલડા ગામના સરપંચ શ્રી વિવેકભાઈ મનસુખભાઈ સાકરીયા, સહકારી ક્ષેત્ર પ્રમુખ દિલીપભાઈ ભીમજીભાઈ સાકરીયા, હરિશંકર જટાશંકટ તેરૈયા,નિવૃત શિક્ષક દિનેશભાઈ ડી ઉંધાડ તેમજ સમસ્થ ગ્રામજનો ભાઈઓ હાજર  હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *