#Blog

વૈદિક હોળી કરીને વૃક્ષો અને ગાયોને બચાવીએ.

હિંદુ સમુદાય માં ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ હોળી ને હવે થોડાકજ દિવસો નો સમય બાકી છે.

આ પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે હોલિકાદહન થશે. જોકે, હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાંના ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઈ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણ ની જાળવણીનો સંદેશ આપી શકાઈ એ માટે રણુજા ની ગીરગંગા સંસ્થા દ્વારા ગૌમયકાસ્ટ એટલે કે ગાય ના છાણા માંથી બનેલી ગોબર સ્ટીક થી વૈદિક હોળી પ્રગટવાની ઝુંબેસ શરૂ કરાઈ છે.
નોંધનીય છે કે દરેક શહેર માં હોલિકા દહન ના હજારો કાર્યક્રમો થાય છે, એક હોળી દીઠ ૫૦૦ કિલ્લો લાકડાની ધારણાએ લાખો કિલ્લો લાકડું ઉપયોગ માં લેવાઈ એ અંદાજ છે આ સાથે દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્ય, અંતરિયાળ જંગલોમાંથી વૃક્ષો કાપીને આ લાકડું લાવવમાં આવતું હોય મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે. એક ગણતરી મુજબ, એક હોળી માટે ૫૦ થી ૬૦ વર્ષથી વધુ સમયના વડલા,પીપળા કે પીયર જેવા વૃક્ષોમાં ઔષધિ તેમજ ઓક્સીજનનો ખજાનો હોય છે. તેમજ પશુ/પક્ષી નું રહેણાંક અને ખોરાક હોય છે. તો આ સમયે તેનું કત્લે આમ કરીને હોળી પ્રગટાવવામાં તેનો ઉપયોગ કરતા ભયંકર નુકસાન ભોગવીએ છીએ. તો આ સ્થિતિ માં વૃક્ષો નું નિકંદન અટકે તે સાથે જ ગૌવંશ નું જતન થાય પર્યાવરણ ની જાળવણી થઇ શકે તે માટે કાલાવડ તાલુકાના રણુંજા ગામે વોડીસાંગ ની બાજુમાં આવેલી ગીર ગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા દ્વારા છેલ્લા સાત વર્ષથી ઝુંબેશ છેડાઈ છે. પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ના માર્ગદર્શન હેઠળ વૈદિક હોલિકાદહન કરવાનો અભિયાન શરૂ થયું છે, ગોપી ગી શાળા માં લીખાભાઈ સખીયા અને દિનેશભાઈ ચીખલીયા ની મદદ ગાય ના છાણા માંથી ગોબર સ્ટીક બનાવાઈ રહી છે. હોલિકાદહન માટે તેનો ઉપયોગ કરાઈ તે માટે શહેરી જનોને
મો.૯૪૦૯૬ ૯૨૬૯૧ નંબર પર કોન્ટેક્ટ કરવા હાકલ કરાઈ છે.

વૈદિક હોળીના ધાર્મિક, પર્યાવરણ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલું મહત્વ :
૧. વૈદિક પરંપરા અનુસાર હોળીમાં ગાયના ગોબર સમીધ અને આયુર્વેદિક ઔષધીની આહુતિ અપાતી હતી.
૨. વસંત-શિશિર ઋતુ ના સંધિકાળ દરમિયાન વાતાવરણ માં ઉત્પન થતા વાયરસ વૈદિક હોળી થી નાબુદ થાય છે.
૩. લાકડાંથી પ્રગટાવેલી હોળી સામે વૈદિક હોળીથી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. આરોગ્યપ્રદ વાતાવરણ બને છે.
૪. વૈદિક હોળી થી આવનારા સમયમાં વૃક્ષો નું જતન થશે પર્યાવરણ ની જાળવણીનો મહત્વનો સંદેશો આપી શકાશે.
૫. વૈદિક હોળી માં ગૌમયકાસ્ટ ના ઉપયોગ થી વાતાવરણ માં ઓક્સિજન નું પ્રમાણ વધતા પર્યાવરણ શુધ્ધ થાય છે.
૬. વૈદિક હોળી માં ગૌ માતા દ્વારા પ્રાપ્ત થતા પંચગવ્ય ના ઉપયોગ થી ગૌ જતન માં ખુબ મોટો સહયોગ મળી રહે છે.

ગીરગંગા પરિવાર દ્વારા ગત વર્ષે ૫૦૦ શેરી મહોલ્લામાં વૈદિક હોળી પ્રગતી હતી.
રણુંજા વોડીસાંગ, ગીરગંગા સંસ્થા દ્વારા ગોપી ગૌ ગુરુકુળ ગૌ શાળા ૧૫ વર્ષ પહેલા માત્ર ૫ ગાય સાથે ગૌશાળા શરુ કરાય હતી, તેમાં આજે ૨૦૦ થી વધુ ગાયો નું જતન થાય છે ગૌશાળા માં અર્ક, નાના છાણા, અગ્નિહોત્ર યજ્ઞ માટે છાણા, સજીવ ખેતી માટે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ ગાય ના શુદ્ધ ધી, તેમજ ગાય નું શુદ્ધ દૂધ કાચની બોટલ માં ભરી ને છેલ્લા ૧૨ વર્ષ થી વેચાણ કરાઈ છે. ગત વર્ષે સંસ્થા દ્વારા શરુ કરાયેલ ઝુંબેશ અંતરગત ૩૫૦ શેરી અને સોસાયટી માં ગૌમયકાસ્ટ ની મદદથી વૈદિક હોળી પ્રગટાવી હતી. સંચાલક દિલીપભાઈ સખીયા ના જણાવ્યા મુજબ ગત વર્ષે ૩૫૦ હોળી સામે ૫૦૦ વૈદિક હોળી પ્રગટે એ માટે ૫૦ ટન ગોબર સ્ટીક પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે. એક હભેળી દીઠ એક વૃક્ષ પણ ગણીએ તો ૫૦૦ મોટા ઘટાદાર વૃક્ષો બચરો. જેનાથી સર્વે જીવોની રક્ષા થશે. તે સાથે જ ગૌ-વંશ નું જતન કરવા આર્થિક પીઠ બળ મળી રહેકશે. જેથી દરેક ગૌશાળા સ્વાવલંબી બને.
નોંધ : દરેક વ્યક્તિ દહીં, દૂધ, ધી ગાયના જ ખાય અને પોતાની સોસાયટી માં વૈદિક હોળી થાય તે પણ એક મોટા માં મોટી ગૌ સેવા જ છે.
અમદાવાદ માં પણ આ સ્ટીક મળી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *