GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર વિશેષ સંવાદ

તા. 04-04-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે સંવાદ.
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનઃ જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર પ્રખ્યાત ગૌસેવક, સમાજસેવક, ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ગૌ ટેક 2026 પાછળનો મૂળ દ્રષ્ટિકોણ, આયોજન પ્રક્રિયા અને તેની સફળતા અંગે વિસ્તૃત માહિતી શેર કરશે. તે ઉપરાંત ગૌ ટેક માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત તરફનું એક શક્તિશાળી આંદોલન બની રહ્યું છે. સંવાદ દરમિયાન તેઓ પ્રદર્શનમાં રજૂ થયેલ નવીન તકનીકો જેમ કે બાયો-CNG, ગોબર આધારિત ઉત્પાદનો, પંચગવ્ય અને ગૌ આધારિત ઉદ્યોગોની વધતી સંભાવનાઓ પર પ્રકાશ પાડશે. તેઓ સમજાવશે કે આ ક્ષેત્ર પરંપરાગત હોવા છતાં આધુનિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
ડૉ. કથીરિયા ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને સ્વસહાય જૂથો માટે ઉભા થતાં ગૌપ્રેન્યોરશિપના અવસરો વિશે ચર્ચા કરશે. તેમજ યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને પ્લેટફોર્મ મળવાથી ગૌ આધારિત ઉદ્યોગો ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવશે અને રોજગારી સર્જન કરશે. ઉપરાંત ભવિષ્ય દ્રષ્ટિ અંગે વાત કરતાં ડૉ. કથીરિયા ગૌ ટેક ને રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિસ્તૃત કરવાની દિશામાં ચાલતી યોજનાઓ અંગે માહિતી આપશે, જેથી ભારત ગૌ આધારિત અર્થવ્યવસ્થામાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરશે. સંવાદના અંતમાં તેઓ દેશના યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગકારોને પ્રેરણાદાયક સંદેશ આપશે કે ગૌ સેવા માત્ર ભાવના નથી, પરંતુ આત્મનિર્ભર ભારતનું મજબૂત આધારસ્તંભ બનશે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી અમિતાભ ભટ્ટનાગર મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































