ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર વિષય પર નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે વિશેષ સંવાદ

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદ દરમ્યાન લાલજીભાઈએ ગૌ આધારિત અર્થવ્યવસ્થા, નવોચાર અને ગાય આધારિત ગ્રામિણ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ તેમના દ્વારા બનાવવામાં આવેલ ગાયને પહેરાવવામાં આવતા ઉપકરણ દ્વારા ગોબર અને ગૌમુત્રને વ્યવસ્થિત રીતે એકત્રિત કરી ખેડૂતો અને ગૌપાલકો માટે વધારાની આવકનું સાધન કેવી રીતે બની શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત નમો વરદાનની શરૂઆત અને તેની પાછળની પ્રેરણા, ગૌશાળાઓમાં હાલની સમસ્યાઓ અને તેના ઉકેલો, “વેસ્ટ ટુ વેલ્થ” મોડલ દ્વારા આવકમાં વધારો કરવાની તકો તેમજ ખેડૂતો અને ગ્રામિણ અર્થતંત્ર પર તેના સકારાત્મક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં, આ ઉપકરણને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે વિસ્તારી શકાય તેની ભવિષ્યની યોજનાઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ સંવાદ દ્વારા યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને નવીનતા તરફ પ્રેરણા મળી હતી. આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999 શ્રી રમેશભાઈ ઘેટીયા મો. 98257 05813 શ્રી પુરીશ કુમાર મો.63933 03738 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































