ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી સાથે સંવાદ

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી સાથે સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદમાં મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલીએ પોતાના 10 વર્ષના અનુભવો સાથે ગૌ આધારિત ઉત્પાદનોમાં કરાયેલા નવીન પ્રયોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગોમય આધારિત પ્રોડક્ટ્સ જેમ કે રંગોળી, દીવડા, મેટ્સ તેમજ પેટન્ટ પ્રોડક્ટ્સ ગૌમય એક્યુપ્રેશર ફોલ્ડેબલ ગાદલું અને ગૌમય સીટ કવર્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ સંવાદ દરમિયાન ગૌ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ કલાકારોને રોજગાર ઉપલબ્ધ કરાવવાના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સાથે સાથે, Gau Tech 2026નો તેમનો અનુભવ, ત્યાં મળેલ પ્રતિસાદ અને નવી શીખ વિશે પણ તેઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સંવાદ દ્વારા મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રેરણા મળી હતી અને ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે નવી દિશા દર્શાવવામાં આવી હતી. આ પ્રકારના પ્રયત્નો દ્વારા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. 98257 05813, શ્રી પુરીશ કુમાર મો.63933 03738 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































