અરવિંદભાઈ મણિયાર, જન કલ્યાણ ટ્રસ્ટ અને હિન્દુ ઈકોનોમિક ફોરમ દ્વારા ‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમ યોજાયો.સુદાનમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા તે બદલ મા. મોદીજી તેમજ સમગ્ર ભારત  સરકારનું ઋણ સ્વીકાર કરાયુ

“ઓપરેશન કાવેરી” અંતર્ગત સુદાનનાં ગૃહયુધ્ધમાં મૃત્યુનાં મુખમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને ભારત સરકાર દ્વારા ત્વરિત પગલા ભરી સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બધા જ લોકો જયારે પોતાનું સઘળું સુદાનમાં મૂકીને પરત આવ્યા ત્યારે તેમની રહેવા, ખાવા પીવા મેડીકલ તથા ટ્રાવેલ અંગેની દરેક જરૂરીયાત ભારત સરકારે મા-બાપની જેમ પૂરી પાડી દરેકને પોતાના ઘર સુધી સુખરૂપ પહોંચાડી […]

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન

વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં હજારો કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે. પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું […]

ચાલો પાણી બચાવીએ, પાણી આપણને બચાવશે – રમેશભાઈ ઠક્કર

પહેલાનાં સમયમાં માણસની સામાન્ય જરૂરિયાત રોટી, કપડા અને મકાન જ હતું. હવા અને પાણી તો ખુબ જ સરળતાથી પ્રાપ્ત થતા હતા. જયારે વર્તમાન સમયમાં હવા અને પાણી બંને શુદ્ધ જોઈતા હોય તો બંનેનાં પૈસા ચુકવવા પડે છે. મફતમાં પ્રાપ્ત થતા હવા અને પાણીને માણસે જ બગાડ્યા છે અને તેને શુદ્ધ કરવાની જવાબદારી પણ માનવની જ […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝમાં 5 માં વેબીનારનું આયોજન.      

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ’ સિરીઝનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ […]

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક, કવિ, લેખક મિતલ ખેતાણીનો મંગળવારે  ૪૮મો જન્મદિન

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્વ.નરોતમભાઇ ખેતાણીનાં પૂત્ર, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા અને ભારત સરકારનો શ્રેષ્ઠ જીવદયા સંસ્થા એવોર્ડ વિજેતા શ્રી કરૂણા […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિનજી ગડકરીજીનું ધાતુની બળદગાડી અર્પણ કરીને સન્માન કરાયું  

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે […]

‘શિકાગો વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદઘાટન સમારોહમાં જૈન આચાર્ય લોકેશજીને વક્તા તરીકે આમંત્રણ

શિકાગોમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ ધર્મ સંસદમાં’ 80 દેશોના 10 હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. શિકાગોમાં આયોજિત ‘વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના જાણીતા જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશજીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે વર્ષ 1893માં આ ‘વિશ્વ ધર્મ સંસદ’માં ભાગ લઈને સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જગત પર વિશેષ […]

સદભાવના વૃદ્ધાશ્રમને વધારે માવતરનો સમાવેશ થઇ શકે તે માટે મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

જીવદયા – ગૌ સેવાનાં ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા કરુણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા અપીલ

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, રાજકોટમાં અન્ય સ્થળોએ પણ વધુ નિઃશુલ્ક, ટોક્નદરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરિયાત છે, અત્યારે અમારાં સહિત અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે કામ કરે જ છે, પરંતુ અપૂરતા […]

1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’વિશ્વ સ્તનપાન સપ્તાહ”

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓનાં આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે. જેને શિશુ સરળતાથી પચાવી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને પણ […]