તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં અને તમામ રાજ્ય સરકારોમાં પણ “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરાઈ
તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સને–૨૦૧૬ ના વિકલાંગધારા મુજબ ભારત સરકાર તરફથી ૨૧ કેટેગરીને વિકલાંગ ધારામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ બધા દિવ્યાંગની સંખ્યા શહેર, જિલ્લા અને સમગ્ર દેશમાં મળીને ખુબ જ મોટી સંખ્યામાં થાય છે. તેમના કુટુંબીજનો સાથે આશરે દોઢ થી બે લાખ અંદાજીત થાય છે. દિવ્યાંગો પ્રશ્નો માટે જેવી રીતે ગુજરાત સરકારમાં તેમજ તમામ રાજ્યોમાં જેમ આર્થિક સેલ, ડોકટર સેલ વગેરે જેવા અનેક સેલોની રચના કરવામાં આવે છે તેવી જ રીતે ગુજરાત અને ભારત સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની સરકાર દ્વારા અને તમામ રાજકીય પક્ષોનાં સંગઠન દ્વારા દિવ્યાંગ સેલની રચના કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા દિવ્યાંગો અંગેની જે ૨૧ કેટેગરી નકકી કરવામાં આવેલ છે તેમાં સમગ્ર ગુજરાતનાં તેમજ તમામ રાજ્યોનાં દિવ્યાંગોને લગતા અનેકો પ્રશ્નોનું સમાધાન શકય બની શકે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ નામ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે દિવ્યાંગ સેલ દ્વારા દિવ્યાંગો જો સાથે મળી કામ કરે તો દિવ્યાંગો અને તેના કુટુંબીજનોમાં ખૂબ જ જાગૃતિ આવે અને તે ખુબ બહોળી સંખ્યામાં બધાને લાભ મળી શકે છે.