સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અખાત્રિજ નિમિતે અનેકસેવાકીય-જીવદયા પ્રવૃત્તિઓ સવજાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

અખાત્રિજ નિમિતે સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અશોકભાઈ ઠાકરશીભાઈ સવજાણી, કૃણાલ અશોકભાઈ સવજાણી, શ્રીમતી પ્રિતી કૃણાલ સવજાણી, પાર્થ અશોકભાઈ સવજાણી, શ્રીમતી નેહા પાર્થ સવજાણી, મનદીપકુમાર વશિષ્ટ, શ્રીમતી નિધી મનદીપકુમાર વશિષ્ટ, હિયાન, હિનાયા, હેઝલ, ઓમ, ખુશી તથા સવજાણી પરિવાર દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેના રોજીંદા હરતા ફરતા અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દૂધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારું, કાગડા—કાબર ને અનુકૂળ ફરસાણ તથા માછલીઓને લોટની ગોળી એમ એક દિવસનો સંપૂર્ણ ખર્ચ આપી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને અખાત્રિજના પાવન પર્વની ઉજવણી અશોકભાઈ ઠાકરશીભાઈ સવજાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અશોકભાઈ સવજાણી છેલ્લા 21 વર્ષથી સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈનમાં અવિરત સેવા આપી ચૂક્યા છે. અશોકભાઇ સવજાણી (Mo. 97248 73800)

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































