#Blog

લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો તા.03, ફેબ્રુઆરી, મગંળવારે 85 મો જન્મદિન

સમગ્ર વિશ્વમાંથી અત્યાર સુધીમાં હજારો લગ્નોત્સુક યુવકયુવતીઓ લાભ લીધો

શ્રી રાજકોટ લોહાણા મહાજનના સહકારથી દર રવીવારે અલગ—અલગ કેટગરીના રઘુવંશી યુવક-યુવતીઓ માટે શ્રી લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક,આદર્શ હોલ, રાજકોટ ખાતે ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચાલે છે.

લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો તા.03, ફેબ્રુઆરી, મંગળવારે 85 મો જન્મદિન છે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં મનુભાઈ મીરાણી દ્વારા નિઃશુલ્ક કુલ 19 પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 પરીચય મેળા ઓનલાઈન કરવામાં આવ્યા છે.
8000 થી વધારે બાયોડેટાના સીસ્ટમેટીક સંચાલન સાથે અત્યાર સુધીમાં સેંકડો યુવકયુવતીઓના લગ્ન કરાવવામાં નિમીત બનેલા મનુભાઈ દેશ વિદેશમાં સેંકડો રઘુવંશી પરીવારોને પોતાની સેવા સને-2001 થી આપી રહયાં છે.
મનુભાઈ મીરાણી દ્વારા રઘુવંશી સમાજનાં શિક્ષીત (મીનીમમ ગ્રેજયુએટ કે તેથી વધારે) લગ્નોત્સુક દિકરા–દિકરીઓ માટે શ્રી લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, આદર્શ હોલ, રાજકોટ ખાતે સવારે 10-30 થી બપોરે 01-30 દરમિયાન, દર રવીવારે, નિઃશુલ્ક માહિતી કેન્દ્ર શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં સહયોગથી ચાલે છે. ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ હાયર એજયુકેશનવાળા, રી–મેરેજ, સગાઈ કેન્સલ, નોન ગ્રેજયુએટ તેમજ છૂટછાટ મુકવાવાળા ફ્રેશ કોઈપણ વર્ષનાં રઘુવંશી યુવક-યુવતીઓ તથા ડોકટર, સી.એ., એન્જીનિયર, ફોરેન તેમજ હાઈપ્રોફાઈલ પાર્ટીના હાયર એજયુકેશનવાળા રઘુવંશી યુવક યુવતીઓ માટે દર રવીવારે પરીચય થાય તે માટે મીટીંગનું પણ આયોજન કરવામાં આવે છે.
યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુકત સમાજ’ બને, તથા કમળા ફુલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વેવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે. આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહયું છે.
મનુભાઈ મીરાણી સદગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. મનુભાઈ મીરાણી (મો. 94284 66663) રાજકોટ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *