તા.22 એપ્રિલ, બુધવારના રોજ બાળવક્તા શૌર્ય કાકરેચાનો 9મો જન્મદિન

બાળવયે હનુમાન ગાથા કંઠસ્થ કરનાર શૌર્ય કાકરેચા
9 વર્ષનો શૌર્ય કાકરેચા મોટીવેશન સ્પીકર તરીકે ઉભર્યો: ફેસબુક—ઈન્સ્ટાગ્રામમાં ધુમ
બાળવક્તા એવા શૌર્ય કાકરેચાનો આજ રોજ એટલે કે તા. 22 એપ્રિલ, બુધવારના રોજ 9 મો જન્મદિન. રામભકત હનુમાનજી મહારાજની શૌર્યગાથા 9 વર્ષના શૌર્યના મુખેથી સાંભળવી એક લ્હાવો ગણાય છે.
મુળ ગામ ફતેપુર (ભોજલધામ), જી. અમરેલીના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા મહેશભાઈ તથા કોમલબેન મહેશભાઈ કાકરેચાનો પુત્ર શૌર્ય બાળકોને જ નહી પણ મોટાઓને પ્રેરણા આપે તેવું વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. શૌર્યની યાદશકિત અને વાકછટા આશ્ચર્યજનક છે. શૌર્ય શુભમ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. કાકરેચા પરીવાર હાલ રાજકોટમાં સંઘર્ષ કરી રહયો છે તેવા સમયમાં પણ શૌર્યના માતા કોમલબેને પોતાના પુત્રની ધાર્મિક અને પ્રાકૃતિક વિશિષ્ટતા ઓળખીને તેના ઘડતર માટે ખૂબ જ મહેનત કરી રહયાં છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેઓ જીવદયા કાર્ય કરીને ઉજવણી કરશે. દરેક જીવ પ્રત્યે દયા રાખવી અને જીવદયા કાર્ય કરવું તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ પ્રસંગે આર્યન ભગત દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવશે અને પૂજ્ય રામભદ્રાચાર્યજીના આશીર્વાદ લેવાનો સદભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. શૌર્યના માતા કોમલબેને જણાવ્યું હતું કે, શૌર્ય જયારે 3 વર્ષનો હતો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ બાળક સામાન્ય નથી બાળપણથી જ શૌર્યને હનુમાનજી મહારાજ પ્રત્યે ખુબ જ લગાવ હતો પરીવારમાં પણ ખૂબ જ ધાર્મિક માહોલ હતો, સૌપ્રથમ શૌર્યને હનુમાનજીનો મંત્ર શીખવવા પ્રયાસ કર્યો તે મંત્ર શૌર્યને ઝડપથી કંઠસ્થ થઈ ગયો. શૌર્ય હનુમાન ચાલીસાની 40 ચોપાઈઓ અર્થ સાથે કંઠસ્થ છે. શાળાકીય શિક્ષણમાં પ્રારંભથી જ શૌર્ય વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો મોટો થતો ગયો તેમ તેનામાં ઉત્સાહ વધતો ગયો અને શૌર્ય શીખતો ગયો અને સ્ટેજ પરથી બોલતો ગયો. રાજકોટ–સુરતની અનેકો સંસ્થાઓ દ્વારા શૌર્યનું સન્માન થઈ ચુકયું છે. અનેક મહાનુભાવોએ શૌર્યની વાકછટાથી પ્રભાવીત થયા છે. શૌર્ય દશ વર્ષનો થાય ત્યાં સુધીમાં શ્રીમદ ભગવતગીતાજીના તમામ 700 શ્લોકો કંઠસ્થ કરવા શૌર્યએ સંકલ્પ કર્યો છે. તે સિવાય રજાના દિવસોમાં સદભાવના વૃધ્ધાશ્રમમાં રૂબરૂ જઈ એ વડીલોના આશીર્વાદ મેળવી સેવા કરે છે. મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા, અંધ બાળકોની સંસ્થા સહીતની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરે છે.
મહેશભાઈ કાકરેચા- મો. 94264 57079







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































