તા. 12,13,14એપ્રિલ -2025,સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન.

આત્મનિર્ભર કિશાન થકી આત્મનિર્ભર ગામ, ઝેર મૂક્ત આહારથી રોગ મુક્ત જીવન
આત્મનિર્ભર ભારત થી નિરામય વિશ્વ. આહાર એજ ઔષધ.
ચલો ગાઁવ કી ઔર… ચલો પ્રકૃતિ કી ઔર… ચલો ગાય કી ઔર…
સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર કૃષિ SPK વિષય પર તા.12,13,14 એપ્રિલ -2025, ત્રીમંદિર (દાદા ભગવાન મંદિર), તરઘડિયા ચોકડી, રાજકોટ-અમદાવાદ હાઇવે, રાજકોટ ખાતે સવારે 8.00 થી રાત્રે 8.00 વાગ્યા સુધી 3 દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો.સુભાષ પાલેકર ગુરુજી હિન્દીમાં વક્તવ્ય આપશે અને સાથે જ તેમના દ્વારા બોલાયેલા દરેક વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવશે.
આ શિબીરમાં એક સાથે ૬૦ થી વધુ પાકો જેવા કે ૪૬ પ્રકારના ફળઝાડ, ૬૦ પ્રકારની શાકભાજી, ૯ પ્રકારના મિલેટ્સ ઋતુ પ્રમાણે સુર્ય પ્રકાશની માત્રામાં (કેન્ડલ શક્તિ) મુજબ પાંચ સ્વરમાં જેમ કે જમીનમાં કંદમૂળ, ઉપર ધાણા, મેથી, પાલક જેવા, ઉપર નાના છોડ, તાર ઉપર વેલાવાળા શાકભાજી, ઉપર બહુવર્ષિય મોટા વૃક્ષો એકબીજાના છાયામાં સહજીવનથી કેવો વિકાસ કરે છે અને ખેતી ખર્ચ, મહેનત કેવી રીતે ઓછી થાય છે. 24X7 કલાક ખેતરમાં ગમે ત્યારે જાવ ત્યારે બારેમાસ કોઈને કોઈ ફળ, શાકભાજી ઉતારીને ATM ની જેમ કાયમી આવક મેળવી શકો છો, તે પણ ઝેરી દવા, ખાતર વગરના, તંદુરસ્ત શાકભાજી, ફળના છોડ, ઓછા પાણીએ કેવો વિકાસ કરે છે. આચ્છાદનથી કુદરતી સુક્ષ્મ જીવો કેવું કામ કરે છે તેનો અનુભવ થશે. શિબિરમાં ઉપસ્થિત કોઈને પણ પ્રશ્ન હોય તો તે ગુરૂજી (પાલકેરજી)ને રૂબરૂ પુછીને શંકાનું સમાધાન પણ મેળવી શકાશે.
શિબિરમાં ભાગ લેનારેકોઈપણ સંજોગોમાં તમારે 11, એપ્રિલે સાંજ સુધીમાં શિબિર સ્થળ પર પહોંચી જવાનું રહેશે. 11 તારીખે સાંજે 8.30 સુધી શિબિર સ્થળે પહોચી જનાર દરેક માટે ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે લોકો સમયસર પહોચી શકે તેમ ણ હોય અને મોડું થવાનું હોય તેઓ રસ્તામાં ભોજન કરીને સીધા જ સ્થળ પહોચશે.
12 મી એપ્રિલથી દરરોજ સવારે 8.00 કલાકે શરૂ થશે અને રાત્રે 8.00 સુધી ચાલુ રહેશે. ત્રણ દિવસ માટે કુલ પ્રવેશ ફી રૂ.900 વ્યક્તિદીઠ ચૂકવવાની છે, જેમાં પેડ, પેન, બેચ, 3 દિવસ ચા, ગુજરાતી નાસ્તો, મધ્યાહન (ગુજરાતી ભોજન,) રાત્રિ(ગુજરાતી ભોજન) રહેવાની વ્યવસ્થા ડોર્મેટરી હોલ, તાલીમ હોલ કૂલર સાથે બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ ,પ્રોજેક્ટર ઉપરાંત ડો. સુભાષ પાલેકર ગુરુજી દ્વારા લખાયેલ નવીનતમ માર્ગદર્શિકા પુસ્તક(₹300) પણ દરેક ખેડૂત ને મળશે, તેમજ પાણી, વીજળી, બેનર, જાહેરાત ,વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
તા. 12,13,14 એપ્રિલ -2025, સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરની પ્રવેશ નોંધણી ફી રૂ. ૯00/- (અંકે રૂપિયા નવસો પુરા) ઓનલાઈન મોકલીને તમારી જાતે નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઈન પેમેન્ટ માટે વિવેક ભરતભાઈ સોરઠીયા એક્સિસ બેંક એકાઉન્ટ નંબર 914010025842738, IFSC કોડ UTIB0001064 પર જમા કરાવવાના રહેશે.
શિબિરમાં આવનારઓનલાઈન પેમેન્ટ કરે એટલે તરત જ રકમ ભરી દીધાનો મેસેજ( નામ,ગામ, તાલુકો , જિલ્લો વિગત સાથે) વિવેક ભરતભાઈ સોરઠીયાને (મો. 9687083400) પર ફોન કરી જાણ કરવાની રહેશે. નોંધણી કરાવનાર પ્રત્યેક વ્યક્તિને વ્હોટ્સ ગ્રુપ ના માધ્યમથી શિબિરનાં સ્થળનું ગુગલ લોકેશન તથા અન્ય અપડેટ માહિતી સમયસર મળતી રહેશે.
સભાગૃહમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાને કારણે જે પ્રથમ રજીસ્ટ્રેશન કરનારને અગ્રતાના ધોરણે પ્રવેશ મળશે. બેઠક વ્યવસ્થા ભરાઈ ગયા બાદ રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. તેથી, શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવી લેવી.
- આત્મનિર્ભર કિશાન થકી આત્મનિર્ભર ગામ, ઝેર મૂક્ત આહારથી રોગ મુક્ત જીવન
- આત્મનિર્ભર ભારત થી નિરામય વિશ્વ,આહાર એજ ઔષધ
- ચલો ગાઁવ કી ઔર… ચલો પ્રકૃતિ કી ઔર… ચલો ગાય કી ઔર…
તા. 12,13,14 એપ્રિલ -2025, સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરનીવધુ માહિતી માટે હરેશભાઈ વેકરીયા (મો.97550 38177), કાંતિભાઈ પટેલ (મો.98242 33729), રશ્મીકાંત મકવાણા (મો. 99099 98207), શાંતિભાઈ ખાંટ (મો.94085 26438), અશ્વિનભાઈ બોડા (મો.97140 35028), કશ્યપરાય (મો.96876 16781), રમણીકભાઈ ચૌહાણ (મો. 85305 75858), અમિત પાલેકર (મો.96731 62240), કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ (મો.97252 19761) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































