વડગામ તાલુકાના નાગરપુરામા વૃધ્ધના અવસાન બાદ દેહદાન કરાયું

વૃધ્ધની અંતિમ ઇચ્છા હતી કે મારા મૃત્યુ બાદ મારી ડેડબોડીને દફનાવશો નહીં દેહદાન કરશો : પરીવારજનો
સ્વેચ્છાએ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરાઇ હતી મૃત્યુ બાદ બનાસ મેડીકલ કોલેજ માં દેહદાન કરાયું
વડગામ તાલુકાના નાગરપુરા ગામમાં એક દલિત વૃધ્ધ નું કુદરતી અવસાન થયું હતું.વૃધ્ધ ની અંતિમ ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ ડેડબોડી ની દફર્નિવિધ કે અંતિમ સંસ્કાર આપવા નહીં ને કહ્યું મૃત્યુ બાદ તેમની બોડીનું દેહદાન કરવા માટે તેમને પરીવારજનો હતું.પરીવારજનોએ પણ વૃધ્ધ ની અંતિમ ઇચ્છા ને પુરી કરવા તેમનું દેહદાન કરાયું હતું. નાગરપુરા ગામમાં રહેતા સ્વ. જેસંગભાઈ રામાભાઇ રાવત ઉ.વ.આશરે ૭૦ તેઓનું રવિવારના સુમારે આશરે ચાર વાગ્યા ની આસપાસ કુદરતી અવસાન થયું હતું.તેમની ઇચ્છા અનુસાર તેમના પરીવારજનો દ્વારા તેમની બોડીનું પાલનપુર ખાતે આવેલી બનાસ મેડીકલ કોલેજ ખાતે તેમની બોડીનું દેહદાન કરવામાં આવ્યું હતું. આ અંગે તેમના નાના ભાઇ મુળજીભાઈ રામાભાઇ રાવતે જણાવ્યું હતું કે મોટા ભાઇની અંતિમ ઇચ્છા હતી કે મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહનું દેહદાન કરવામા આવે તેવી મોટા ભાઇની ઇચ્છા હોવાથી તેમનુ કુદરતી અવસાન થતાં બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે દેહદાન કરવામાં આવ્યું હતું તેમના ભાઇ અને પુત્ર દિનેશભાઈ જેસંગભાઈ રાવત તથા બીજા પુત્ર લક્ષ્મણભાઈ જેસંગભાઈ રાવત સાથે સમાજના આગેવાનો અને સગાંસંબંધીઓ જેસંગભાઈ દેહદાનનુ કરવામા આવ્યું હતું.