સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે અનેક સેવાકીય-જીવદયા પ્રવૃતિઓ ઘનશ્યામભાઈ ઠકકર પરિવાર દ્વારા કરાશે.

પ્રખર જીવદયા પ્રેમી સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે ઘનશ્યામભાઈ ઠકકર, શ્રીમતી ઉષાબેન ઘનશ્યામભાઈ ઠકકર, દર્શનભાઈ પારેખ, દેવાંશી, રૈયા, આદિત્ય તથા ઠકકર પરીવાર દ્વારા શ્રી કરૂણા કાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ–પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દુધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારૂ, કાગડા—કાબર ને અનુકુળ ફરસાણ તથા માછલીને લોટની ગોળી એમ એક દિવસનો સંપૂર્ણ ખર્ચ આપીને અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રખર ગાયત્રી ઉપાસક, ગૌભક્ત,જાણીતા લેખક વિચારક ઘનશ્યામભાઈ ઠકકર સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા–જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી) સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, ધનથી સંકળાયેલા છે અને ૭૮ વર્ષની જૈફ વયે અવિરત સેવા કાર્યો કરી રહયાં છે.
- ઘનશ્યામભાઈ ઠકકર મો. 98791 25725





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































