#Blog

પશુ કલ્યાણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે સોનેરી તક

કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તા.1 ફેબ્રુઅરી 2026થી પશુ કલ્યાણ કોર્સનું આયોજન

કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ ખાસ કરીને તેમના માટે છે જે પ્રાણી અને પ્રકૃતિના સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે, પશુ કલ્યાણનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા ઈચ્છે છે, પશુ કલ્યાણ સંબંધિત કાયદા સમજવા માંગે છે અથવા સ્વયંસેવક તરીકે પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓમાં જોડાવા માંગે છે.
આ કોર્સ એક મહિના સુધીનો રહેશે, જેમાં દર શનિવાર અને રવિવારે ક્લાસિસ યોજાશે. કોર્સ તા.1 ફેબ્રુઆરી 2026 રવિવારથી શરુ થશે. પ્રવેશ માટે દરેક ઉમેદવાર ઓછામાં ઓછો 10 ધોરણ પાસ હોવું જોઈએ અને ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ. આ કોર્સમાં કુલ 25 જગ્યાઓ ઉપલબ્ધ છે. કોર્સ પૂર્ણ થયા બાદ પરીક્ષા લેવામાં આવશે, જેમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારને પ્રમાણપત્ર અપાશે.
આ કોર્સની ફી 2૦૦૦/- રૂપિયા છે, જે નૉન-રિફંડેબલ અને નૉન-ટ્રાન્સફરેબલ છે. વધુ માહિતી માટે મો. 9924419194
ઈ-મેઈલ : education@jivdayatrust.org
વેબસાઈટ : www.jivdayatrust.org

Leave a comment

Your email address will not be published. Required fields are marked *