#Blog

વસુંધરા ટ્રસ્ટ, રાજકોટ તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સુરભિ સંપદા ફાર્મ, જૂના વિપશ્યના કેન્દ્ર ની બાજુમાં, લોથડા રોડ, ખોખળદડ, રાજકોટ ખાતે “ગૌ માતા પૂજન સમારંભ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે વસુંધરા ટ્રસ્ટ, રાજકોટ તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સંયુક્ત રીતે “ગૌમાતા પૂજન સમારંભ”નું સુરભિ સંપદા ફાર્મ, જૂના વિપશ્યના કેન્દ્ર ની બાજુમાં, લોથડા રોડ, ખોખળદડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

         આ કાર્યક્રમમાં વિનોદ ભાઈ કાછડિયા, કેશુભાઈ પટેલ, એડવોકેટ નયન દોમડીયા, નરેશભાઇ, મિલન બાલધા સહીત અનેક પરિવારો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વય જૂથોના લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. ઘણા ઉપસ્થિતોએ તેમના સ્થાનિક વિસ્તારોમાં ગૌ માતા પૂજનને પ્રોત્સાહન આપવા અને તેમની નજીકની ગૌશાળાઓને ટેકો આપવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

            ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) અને વસુંધરા ટ્રસ્ટ, રાજકોટદ્વારા ગૌશાળાઓ, સામાજીક આગેવાનોને સમગ્ર ભારતમાં ગૌ માતા પૂજન કાર્યક્રમોનું આયોજન કરીને આવનારા તહેવારો ઉજવવા અપીલ કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ગાયોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો, સાંસ્કૃતિક મૂળને વધુ ઊંડો કરવાનો અને પ્રાચીન ભારતીય પરંપરાઓમાં રહેલા સાશ્વત ભવિષ્ય માટે યુવાનને પ્રેરણા આપવાનો છે.

            વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ , તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *