વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે યોજાયેલી ‘માનસ સદભાવના” વૈશ્વીક ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની નિઃશુલ્ક સેવા આપનાર ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી રામકથામાં
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વૈશ્વીક સંત પ.પૂ. મોરારીબાપુની ‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડ્રોન શુટ, રીલ્સ વિગેરેની કથાના નવ દિવસ દરમ્યાન નિઃશુલ્ક સેવા પુરી પાડનાર દેશ—વિદેશમાં ખ્યાતીપ્રાપ્ત ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી.
કલાદૃષ્ટિથી ભરપુર, કેમેરાના સેવાભાવી કલાકાર નીલેશભાઈ જોષી જણાવે છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ જે કંઈ કાર્ય કરે છે તેમાં થોડો સહભાગી બનું એવી મારી ઈચ્છા હતી. કથા દરમ્યાન જે કોઈ દાતાઓ આવે તેની ફોટોગ્રાફી કરવી અને દાતાઓને તેમના ફોટોગ્રાફ ત્યાં તાત્કાલીક મળી જાય તેવી વ્યવસ્થા કરેલ હતી. ફોટોગ્રાફીમાં એડવાન્સ ટેકનોલોજી અપનાવીને કથામાં રોજરોજ એક રીલ્સ બનાવીને આપવાની એક કોશીષ અમોએ કરેલ હતી.
નીલેશભાઈએ અક્ષર ડેરી ગોંડલ, અમદાવાદ મુકામે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના મહંત સ્વામીની ફોટોગ્રાફી પણ કરેલ તે એક જીવનનો શ્રેષ્ઠ લ્હાવો ગણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નિલેશભાઈ જોષીએ સ્ટુડીયો ડ્રીમની શરૂઆત સને-૧૯૯૭ કરેલ હતી અને તેમાં પ્રોડકટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ફોટોગ્રાફી, ટેબલ ટોપ ફોટોગ્રાફી એટલે કે કોમર્શીયલ ફોટોગ્રાફી, વેડીંગ ફોટોગ્રાફી, ઈન્ટીરીયર તથા આર્ટીટેકચર ફોટોગ્રાફીમાં કાર્યરત છે. નિલેશભાઈ વધુમાં જણાવે છે કે ફોટોગ્રાફીનો નાનપણથી ખૂબ જ શોખ હતો અને જે કંઈ ફોટોગ્રાફી કરું છે તેમાં કોઈને કોઈ રીતે હું મદદ કરી શકું છું અને છેલ્લા શ્વાસ સુધી ફોટો પ્રવૃતિઓ સાથે સંકળાયેલો રહીશ. આશરે ૧૬ વર્ષની વયે સૌપ્રથમ ફોટોગ્રાફી શરૂઆત નીલેશભાઈના પિતાશ્રીના મિત્ર ફોટોગ્રાફર હતા તેની નાદુરસ્ત તબીયતના કારણે સને-૧૯૭૯માં ભૂતપૂર્વ મંત્રી અમરસિંહ ચૌધરીના જ ફંકશનમાં ફોટોગ્રાફી કરવાનો મોકો મળ્યો અને મીનીસ્ટના ફંકશનમાં જ ફોટોગ્રાફી કરીને નીલેશભાઈએ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરેલ હતી.
ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી સંતો-મહંતો, સેલીબ્રીટીઓ, સેવાભાવી સંસ્થાઓની, રાજકારણીઓ સહિતની અનેક સંસ્થાઓની ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરેલ છે અને તેમની આવનારી પેઢી પણ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી છે તેના માટે નીલેશભાઈ ભગવાનનો આભાર માને છે.નિલેશભાઈ જોષી (ડ્રીમ સ્ટુડીયો) મો.નં.98255 07665