#Blog

રાજકોટના વોકળાઓને RCC થી મુક્ત રાખવા અંગે..

સવિનય ઉપરોક્ત અન્ય જણાવવાનું કે રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં વોકળાઓને RCC કરવાથી જમીનમાં પાણીનું કુદરતી રિચાર્જિંગ બંધ થઈ જાય તેવી શક્યતાઓ છે. વધુમાં જણાવવાનું કે જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા ચેકડેમ બનાવવા બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, ખાડા વગેરે જેવા ₹1,11,11 સ્ટ્રકચરને તૈયાર કરવાના સંકલ્પને વળેલી સંસ્થા
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચિંતિત છે, રાજકોટના વોકળાઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા RCC કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ વરસાદી પાણીનું કુદરતી રિચાર્જ બંધ થઈ જશે, રાજકોટના ભૂગર્ભ જળ આમ પણ ખૂબ ઊંડા ઊતરી ગયા છે, ત્યારે આ પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા નકારી શકાતી નથી લગભગ 62 કિલોમીટરના વિસ્તારમાં વસેલા રાજકોટ મહદઅંશે ડામર રોડ અને RCC બ્લોકથી મઢાયેલું છે, જેને પરિણામે રાજકોટમાં વરસાદી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરવાની શક્યતા નહિવત બની રહી છે, હવે જો વોકળાઓને પણ RCC રિચાર્જિંગના સંદર્ભમાં બંધ કરી દેવામાં આવશે તો વરસાદનું તમામ પાણી વોકળાઓમાં વહીને અંતે દરિયામાં જતું રહેશે પાણીના અનુસંધાને રાજકોટની મુખ્યત્વે બે સમસ્યાઓ છે, એક તો બે ત્રણ ઇંચ વરસાદમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે બીજું વરસાદ જતો રહે ત્યારબાદ જળસંચયની વ્યવસ્થાનો અભાવ છે, ગત વર્ષે સાતમ આઠમના તહેવારમાં ત્રણ દિવસમાં રાજકોટમાં 32 ઇંચ જેટલો વરસાદ પડી ગયા બાદ પણ ઉનાળામાં શહેરની 10 % સોસાયટીમાં ટેન્કરો ચાલુ કરવાની ફરજ પડી હતી. આ તમામ સમસ્યાનો એકમાત્ર ઉકેલ જળસંચય અને તળ રિચાર્જિંગ છે, તે વાતને ધ્યાને લઈને કુદરતી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરે અને શહેરના પાણીના તળ વધુ ઊંચા આવે તેમ જ શહેરની સમસ્યા હળવી બને તે હેતુથી શહેરના વોકળાઓ તળિયે RCC ફ્લોરિંગ ન કરવા વિનંતી છે.. આભાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *