#Blog

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક, કવિ, લેખક મિતલ ખેતાણીનો મંગળવારે  ૪૮મો જન્મદિન

  • અનેક વિધ સદકાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરાશે.

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્વ.નરોતમભાઇ ખેતાણીનાં પૂત્ર, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા અને ભારત સરકારનો શ્રેષ્ઠ જીવદયા સંસ્થા એવોર્ડ વિજેતા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, તથા વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્ટી, સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓની માનસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદનાં પૂર્વ જોઇન્ટ સેક્રેટરી, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના(રાજકોટ)નાં પ્રમુખ તેમજ વિવેકાનંદ યુથ કલબ, વિવિધ ગૌશાળાઓ, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાઓમાં તન મન ધનથી સક્રિય એવા યુવા સમાજસેવી, કવિ, લેખક મિતલ ખેતાણીનો તા. ૦૮, મંગળવારનાં રોજ ૪૮ મો જન્મદિન છે.

બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીને ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌ સેવા, જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. ભારત ભામાશા પૂ. દીપચંદભાઇ ગારડીનાં વરદ હસ્તે, તેમનાં જ નામ સાથે જોડાયેલાં સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠિત “ગારડી એવોર્ડ” મિતલ ખેતાણીને મળી ચૂકયો છે. ચિત્રલેખા દ્વારા સને ૨૦૧૫માં ‘યુવા પ્રતિભા” તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ હતો. લેખક, કવિ એવા મિતલ ખેતાણી સારા વકતા પણ છે. સાત વર્ષ પૂર્વે, દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને ૭૦૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલાં ૯ જેટલા કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા મિતલ ખેતાણી જન્મદિનનાં મંગલ પ્રસંગે ખાસ કરીને બાળકો-તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર-પ્રસાર થાય, માંસાહારનો ત્યાગ થાય તેવાં ઉમદા હેતુથી ” વેજીટેરીયન સોસાયટી” ને વધુ ધમધમતી કરશે.

આઈ ટુ આઈ મીડીયા, એચ.ડી.એફ.સી., એરટેલ સહીતનાં કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્ટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં તેમજ અમેરીકા, યુરોપ, મીડલ ઈસ્ટ, નેપાળ, આફ્રિકા સહિતનાં દેશો – ખંડોમાં અનેક વિધ નેશનલ, ઇન્ટરનેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલાં-સન્માનીત થયેલા ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર મિતલ ખેતાણી વ્યવસાયે “શાલીભદ્ર ડ્રીમ્સ” રેસીડેન્સીયલ પ્લોટીંગનાં લેન્ડ ડેવલોપર્સ છે. સમગ્ર વિશ્વની ૩૦ લાખથી વધુ લોહાણાઓનું પ્રતિનિધીત્વ કરતી રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પણ ‘વૈશ્વીક રઘુવંશી પ્રતિભા’ અને ‘શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક’ તરીકેનો ઇન્ટરનેશનલ, અતિ પ્રતિષ્ઠિત એવોર્ડ વૈશ્વીક અગ્રણીઓની ઉપસ્થિતીમાં, બે વાર મિતલ ખેતાણીને અપાઈ ચૂક્યો છે. દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ‘જીવદયા રત્ન’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

માનવ ધર્મનાં મહાન પ્રણેતા સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજમાં મિતલ ખેતાણી અનન્ય શ્રધ્ધા ધરાવે છે. રાષ્ટ્રસંત પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. રત્નસુંદર મહારાજ સાહેબ, પ.પૂ. યશોવિજયજી મહારાજ સાહેબ ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રીઓ પુરુષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના જીવદયાપ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીવદયા ક્ષેત્રનાં મોભી મેનકા ગાંધીજી, સાંસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહ સહિતનાં પારીવારીક વડીલોએ મિતલ ખેતાણીને જન્મદિન નિમીતે શુભેચ્છા-આશીર્વાદ આપ્યા છે. તા. ૮ મી ઓગષ્ટનાં જન્મદિવસની સેવામય ઉજવણી કરવા આ દિવસે અનેક સેવાકીય પ્રકલ્પો થઈ રહયા છે. ગૌશાળામાં ઘાસ વિતરણ, કબૂતરો માટે વિવિધ ચબૂતરાઓમાં ચણ, કિડીયારૂ, માછલીઓને લોટની ગોળી સહીતની સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. સમાજમાં ‘મીડિયા ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે હકારાત્મકતા પ્રદાન કરવા’, ડીઝીટલ ટેકેનોલોજીનો જ મહત્તમ સદુપયોગ થાય તેવા પવિત્ર અને ઉમદા આશયથી “ઓમ ઓન્લી ન્યુઝ” મીડિયાનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. જીવનસંગીની ડીમ્પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતીમાં અને ગં.સ્વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનાં આશીર્વાદ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા-ગૌ સેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્દ નારાયણનાં લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવતાં મિતલ ખેતાણીને આશીર્વાદ આપવા મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *