#Blog

ચાલો પાણી બચાવીએ, પાણી આપણને બચાવશે – રમેશભાઈ ઠક્કર

પહેલાનાં સમયમાં માણસની સામાન્ય જરૂરિયાત રોટી, કપડા અને મકાન જ હતું. હવા અને પાણી તો ખુબ જ સરળતાથી પ્રાપ્ત થતા હતા. જયારે વર્તમાન સમયમાં હવા અને પાણી બંને શુદ્ધ જોઈતા હોય તો બંનેનાં પૈસા ચુકવવા પડે છે. મફતમાં પ્રાપ્ત થતા હવા અને પાણીને માણસે જ બગાડ્યા છે અને તેને શુદ્ધ કરવાની જવાબદારી પણ માનવની જ છે. દરેક ફ્લેટ તેમજ સોસાયટીઓમાં પાણીની સતત તંગી રહેતી હોવાથી અગાસીનું પાણી રીચાર્જ કરવા સૌ સુપેરે પ્રયત્નો કરી રહયાં છે, પરંતુ હાલમાં દરેક રોડ–રસ્તા અને ફલેટ અને બંગલાના તળીયા (ફરસ) પાકી થઈ ગયા છે. જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતુ નથી. સૌરાષ્ટ્રમાં દરેક ઘરે બોર અને ડંકી કરવામાં આવે છે તેવી જ રીતે જો વરસાદનાં પાણી માટે ગ્રાઉન્ડનાં પાણી ગ્રાઉન્ડમાં ઉતારવા રીચાર્જ બોર કરવામાં આવે તો નીચે જમીનનું તળ ખાલી પડયું છે જે ભરી શકાય અને વરસાદી પાણી જમીનમાં ઉતરતાં ઘણા બધા ફાયદાઓ સૌને થાય છે અને ઓછા ખર્ચે સ્વચ્છ પાણી મળે છે અને જેના હિસાબે નીચે મુજબના ઘણા ફાયદાઓ મળે છે:

  • પાણી બચાવવાથી શુધ્ધ પાણી મળશે.
  • તળ ઉંચા આવતા ગરમી ઘટી જાય છે.
  • પાણી એવી વાણી અન્ન એવું મન, ગરમી ઘટી જાય તો તન, મન અને શરીર પર માનસિક સારી અસર થતા બીમારી દૂર થાય.
  • પશુ–પક્ષીને પાણી અને ખોરાક, મળે જે થકી પર્યાવરણ અને ખેતી પશુપાલનને વેગ મળે.
  • પાણીનું તળ ઊંચા આવતા ઈલેકટ્રીક ખર્ચ ઘટે.
  • ટાંકમાં ભરીને પાણી લાવતા પેટ્રોલ–ડીઝલનો ખર્ચ થાય છે અને પ્રદુષણ ફેલાય છે
  • સહુથી સરળ અને ઓછા ખર્ચનો રસ્તો છે જે બોરથી પાણી જમીનમાંથી કાઢીએ છીએ તે જ રીચાર્જ બોરમાં વરસાદના પાણી દ્વારા પરત આપીએ.
  • રમેશભાઈ ઠકકર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *