#Blog પર્યાવરણ જાગૃતિ માટે આટલું કરો

- બ્રશ કરતી વખતે નળ ખુલ્લો ન છોડવો.
- થાળીમાં જમવાનું ન મુકવું જેથી અન્નનો બગાડ ન થાય.
- પેપરની બંને સાઈડનો ઉપયોગ કરવો જોઈએ.
- કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ.
- વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દેવી જોઈએ.
- AC, RO કે વોશિંગ મશીનમાંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ.
- નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલરનો ઉપયોગ કરવો જોઈએ.
- વસ્તુ ખરીદવા ઘરની બહાર નીકળીએ ત્યારે હંમેશા કપડાની બેગ સાથે લઈને જ નીકળીએ.
- એક છોડ વાવીએ અને તેનું આખું વર્ષ જતન કરીએ.
- લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, બારી-બારણા ખોલીને કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારવો જોઈએ.
- પક્ષીઓ માટે ઘરના આંગણે પાણીનું બાઉલ અને ચણનું બાઉલ રાખવું જોઈએ.
- નજીકના અંતરે જવા ચાલીને જવું જોઈએ અથવા સાઇકલનો ઉપયોગ કરવો જોઈએ.
- સિગ્નલ પર કે કોઈક લાઈનમાં 20 સેકન્ડથી વધારે રાહ જોવાની હોય ત્યારે વ્હિકલનું એન્જિન બંધ કરી દેવું જોઈએ.
- યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ જ વાપરવી જોઈએ.
- પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીને તેનું જતન કરવું જોઈએ.
- પર્યાવરણ સાથે મૈત્રી રાખતી પદ્ધતિઓ સાથે ગાર્ડનિંગ કરવું, ઓર્ગેનિક ખાતર અને કમ્પોસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.
- વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે લોકલ સ્કૂલ, એનજીઓ અથવા સોશિયલ ગ્રુપ સાથે જોડાવું જોઈએ.
- ઊર્જા બચાવવા માટે સોલાર એનર્જી જેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ.
- વર્ષા પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ ખેતી માટે કે ઘરના અન્ય કામ માટે કરવો જોઈએ.
- ઇલેક્ટ્રોનિક્સની ખરીદી વખતે આઉટડેટેડ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રિસાયકલ કરવા આપવા અથવા ડોનેટ કરવાં જોઈએ.