સેવા અને ધર્મ જેમનો જીવનમંત્ર છે તેવા પૂર્વ મેયર જનકભાઈ કોટકનોતા. 6, જુન, શુક્રવારના રોજ 79 મો જન્મદિન

જનસંઘ અને ભાજપનાં પાયાનાં પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઈ કોટકનો તા.6, જુન, શુક્રવારના રોજ 79 જન્મદિન છે. 6, જુન 1947 માં જનકભાઈનો જન્મ થયો હતો. તેઓ 1975 થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓએ કોર્પોરેશનમાં શાસક પક્ષ નેતા, મેયર, ડે. મેયર તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે ફરજ બજાવી, લોકસેવા કરી હતી. મેયર બન્યા પછી પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવકનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુ. કોર્પોરેશનમાં પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, ડે. મેયર અને મેયર તેમ ચારેય મહત્વના પદે રહયાં હોય તેવા તેઓ એક માત્ર કોર્પોરેટર હતા. જનકભાઈએ મેયર તરીકે તેનાં કાર્યકાળમાં ગરીબ દર્દીઓને બી.પી.એલ. કાર્ડ, જીવદયા માટે ચકલીનાં માળાનું વિતરણ વગેરે અનેક પરોપકારી કાર્યોનો પ્રારંભ કરી અને લોક ચાહના મેળવેલ. મેયર તરીકે શહેરના વિકાસમાં સક્રિય યોગદાન આપ્યું છે. વ્યકિતની લાઈન કરતા પાર્ટીની લાઇનને કાયમ મોટી ગણી છે. ગુજરાતના ગૌરવરૂપ પરંપરાગત જંકશન પ્લોટની ગરબી મંડળનું વર્ષોથી સફળતાથી સુકાન સંભાળી રહયાં છે. પોતાની નિખાલસ કાર્યશૈલીના કારણે પ્રજામાં ‘રાજા’ તરીકે જાણીતા છે અનેક પડકારો વચ્ચે તેઓ નિષ્કલંક રીતે મેયરપદે અઢી વર્ષ પુર્ણ કર્યા હતા. રાષ્ટ્રીય ભાજપના કારોબારી સભ્ય જનકભાઈ પોતાની પ્રામાણીક, સેવાભાવી, બિનવિવાદાસ્પદ જાહેર જીવનની કારકિર્દી ને લઈને તમામ રાજકીય પક્ષોમાં પણ પોતાની નિતી–રિતી ને લઈને અનેરી લોકચાહના ધરાવે છે. સ્વ.ચિમનભાઈ શુકલ પછી સૌથી વધુ સમય જેલમાં લોકકાર્યો માટે જનકભાઈ જેલમાં ગયેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ, પૂર્વ ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. ચિમનભાઈ શુકલ, પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ સહીતના તમામ ટોચના આગેવાનો સાથે નિકટનો ઘરોબો જનકભાઈ ધરાવે છે. જાહેર જીવનનું કાર્ય જનકભાઈએ એક અદના સ્વયંસેવક તરીકે કર્યુ છે. રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘના તૃતિય વર્ષ શિક્ષિત જનકભાઈ આજની તારીખે પણ સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીનારાયણ, દરીદ્રે નારાયણ, અબોલજીવો, માનવતા ની સેવામાં સતત સક્રીય રહે છે. સર્વ ધર્મ સમભાવમાં માનતા ધાર્મિક પ્રકૃતિના અને અનેક સંતો–મહંતોના પ્રિતીપાત્ર, કૃપાપાત્ર જનકભાઈ કોટક હાલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતીમાં પણ વરિષ્ઠ આગેવાન તરીકે સભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહયાં છે. રઘુવંશી સમાજના પણ વરિષ્ઠ અગ્રણી તરીકે રાજકોટ લોહાણા મહાજનનાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા ભૂતકાળમાં આપી ચૂકયા છે તેમજ શ્રી લોહાણા મહાપરિષદ, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહીતની તમામ જ્ઞાતિ સંસ્થાઓમાં સક્રીય રહયા છે. તેઓ 79 માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે, ત્યારે જનકભાઈ કોટક વધુને વધુ લોક સેવાનાં કાર્યો કરતાં રહે તેવી લાગણી સાથે મિત્રો – શુભેચ્છકો, સુપુત્રો રાજુભાઈ કોટક, અમીતભાઈ કોટક સહિતના પરીવારજનો શુભેચ્છા વરસાવી રહયાં છે.
-જનકભાઈ કોટક મોઃ 99799 50256



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































