#Blog

તા.01 મે, શુક્રવારના રોજ સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ‘શેડ લોકાર્પણ કાર્યક્રમ’નું આયોજન

આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ જરીવાલાના વરદ હસ્તે શેડનું લોકાર્પણ

તા.01 મે, શુક્રવાર 2026ના રોજ સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ગૌસેવા અને પ્રાણીસેવાના પવિત્ર કાર્યને વધુ મજબૂત બનાવવા માટે નવા શેડનું લોકાર્પણ કાર્યક્રમ સવારે 10:00 કલાકે યોજાશે.
આ શેડ લોકાર્પણના શ્રદ્ધેય દાતાશ્રી માતા મંજુલાબેન કીર્તિલાલ શાહ તથા શ્રીમતી દિપ્તીબેન રાજેન્દ્રભાઈ શાહ પરિવાર છે. આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ જરીવાલાના વરદ હસ્તે શેડનું લોકાર્પણ કરવામાં આવશે. પાંજરાપોળ દ્વારા ગૌમાતા અને અન્ય અબોલ જીવોને ઉત્તમ આશ્રય અને સંભાળ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આશરે 2-એકર જગ્યામાં વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં ‘શેડ લોકાર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગૌસેવા અને જીવદયા પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સમાજના તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાંજરાપોળ સંચાલકો દ્વારા સૌને વિનંતી કરવામાં આવે છે કે આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવશે અને ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનશે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલ ‘એનીમલ હોસ્પીટલ’ માં દાન આપવા માટે S.B.I. A/c. No. 56110003171, IFSC Code: SBIN0060110 તથા H.D.E.C. A/c. No. 50100028972611, IFSC Code: HDFC0003062 તથા સંસ્થાના PAN Card No.: AACTS76440, ચેક અથવા ડ્રાફટ ‘સાયલા મહાજન પાંજરાપોળ’ના નામે મોકલવા વિનંતી છે. સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમટેક્ષની કલમ 80(જી(5)મુજબ કરમુક્ત છે. દાન આપવા માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવો.
સાયલા મહાજન પાંજરાપોળ શેડ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખશ્રી – અમદાવાદ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળની વિશેષ માહિતી માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *