#Blog

શ્રી વી.જે. મોદી સ્કૂલ રાજકોટ દ્વારા “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમનું વિશેષ આયોજન

શ્રી વી.જે. મોદી સ્કૂલ દ્વારા રાજકોટની દરેક જીવદય પ્રેમી જનતાને એક વિશેષ આમંત્રણ “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમ અંતર્ગત એક અનોખું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી માત્ર એક મૂલ્ય નથી, પરંતુ એક જરૂરીયાત બની ગઈ છે. આ પ્રદર્શન દ્વારા સમાજને હિંસામુક્ત અને સંવેદનશીલ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટર્સ, પ્રોજેક્ટ્સ તેમજ વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે, જેમ કે માનવ શરીર અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો વૈજ્ઞાનિક તફાવત અને શાકાહારની કુદરતી યોગ્યતા, લક્ઝરી વસ્તુઓ અને કોસ્મેટિક્સ પાછળ છુપાયેલી પ્રાણીઓ પર થતી ક્રૂરતા, આહાર અને સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ, માંસાહારથી થતા રોગો અને શાકાહારના લાભો, રોગચાળો અને પશુ ક્રૂરતા વચ્ચેનો સંબંધ, વિવિધ ધર્મોમાં અહિંસા અને જીવદયાનો સંદેશ, તેમજ ડિજિટલ માધ્યમો દ્વારા હિંસામુક્ત વિશ્વ માટે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો.આ સમગ્ર આયોજન મોદી સ્કૂલના સ્થાપક ડૉ. રશ્મિકાંત મોદીના માર્ગદર્શન હેઠળ, શાળાના સ્ટાફ અને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 18 એપ્રિલ 2026ના રોજ સવારે 9:30 વાગ્યાથી સાંજ સુધી શ્રી વી.જે. મોદી સ્કૂલ, 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે, રાજકોટ ખાતે યોજાયો છે. રાજકોટના તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યકરો અને જાગૃત નાગરિકોને વિનંતી છે કે આ પ્રદર્શનની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે અને આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. આવો, સાથે મળીને “રિપોર્ટ કાર્ડથી પર” જઈને જીવનમાં સાચા સંસ્કારોનું સિંચન કરીએ.
વધુ માહિતી માટે મો. 7069005244 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *