#Blog #politics

એનીમલ હેલ્પલાઈન દ્વારા શનિવારે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે જીવદયા – ગૌસેવા સંમેલન. સૌ ને પધારવા જાહેર આમંત્રણ

Ø    ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ 

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા  રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. સંસ્થા પશુ, પક્ષીઓ માટે ત્રણ વેટરનરી હોસ્પિટલ અને હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવે છે.  એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં  ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન, જીવદયા શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર અને  એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમનું આયોજન તા. 22 જુલાઈ, શનિવારનાં રોજ બપોરે 3 કલાકેથી હેમુ ગઢવી હોલ, મિની થિયેટર, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, હિન્દુ ધર્માચાર્ય મહાસભાનાં સંયોજક પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતી સ્વામી,  જૈન ધર્માચાર્ય પ. પૂ. આચાર્ય ભગવંત જે. પી.ગુરુદેવ, ગુજરાતનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર પ્રભવ જોશી, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ, પશુપાલનવિભાગ, ગુજરાત સરકાર સચિવ ડૉ.ફાલ્ગુનીબેન ઠાકર મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપશે.

કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે, જીવદયા – પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર મહેન્દ્રભાઈ સંગોઈ(એન્કરવાલા અહિંસાધામ – કચ્છ), જયેશભાઈ જરીવાલા(આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ), અજયભાઈ અને શ્રીમતી બીનાબેન શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન), વિજયભાઈ ડોબરિયા(પ્રમુખ, સદભાવના વૃદ્ધાશ્રમ), અર્હમ યુવા સેવા ગ્રુપ, જલારામ ગૌશાળા (ભાભર), કમલેશભાઈ શાહ (વર્ધમાન પરિવાર, મુંબઈ), વિરેશભાઈ બારાઈ પરિવાર, શ્રીમતી ગીરાબેન શાહ(જીવદયા ટ્રસ્ટ – અમદાવાદ), દેવેન્દ્ર જૈન (સમસ્ત મહાજન), સુનિલ માનસીઘકા(નાગપુર), ડૉ. હિતેશ જાની(આયુર્વેદાચાર્ય), પ્રભુદાસભાઈ  તન્ના (શ્રીજી ગૌ શાળા), શ્યામભાઈ ખનકભાઈ પારેખ, એડવોકેટ અભય શાહ સહીતનાં જીવદયા પ્રેમીઓનું સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમની સફળતા માટે ભરતભાઈ મહેતા પરિવાર (હોટલ ભાભા), રવીન્દ્રભાઈ શેઠ, ડો. રશ્મિકાંતભાઈ મોદી, કલ્પકભાઈ મણિયાર, જ્યોતીન્દ્રભાઈ મહેતા, જગદીશભાઈ – ભરતભાઈ ભીમાણી, ચંદુભાઈ – વીરાભાઈ હુંબલ, ચંદ્રકાંતભાઈ શેઠ, જયંતિભાઈ કાલરીયા, ધર્મેશભાઈ મનુભાઈ મહેતા,મુકેશભાઇ પાબારી,વર્ધમાન યુવક ગ્રુપ,જયંતીભાઈ પટેલ, અમિતભાઈ સંઘવી સહિતનાઓની શુભેચ્છાઓ મળી રહી છે.  

સૌ ને આ કાર્યક્રમમાં હાજરી આપવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ઘનશ્યામભાઈ ઠક્કર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, એડવોકેટ કમલેશભાઈ શાહ સહિતનાઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને પ્રતિક સંઘાણી (મો. 99980 30393)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.      

Leave a comment

Your email address will not be published. Required fields are marked *