“ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પહેલ”: GCCI દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન બેઠક
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને સતત પ્રોત્સાહન આપે છે. GCCI ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર કરીને સામાજિક-આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણીય સુખાકારી અને આધ્યાત્મિક જાગૃતિ માટે કાર્ય કરે છે. GCCI દ્વારા યુવા અને મહિલા ગૌ આધારિત ઉદ્યોગ સાહસિકોને પર્યાવરણ સાનુકૂળ પદ્ધતિઓ અપનાવવા સહયોગ અને માર્ગદર્શન દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
તાજેતરમાં ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝની રાષ્ટ્રીય સ્તર પર ઑનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું છે. જેમાં સમગ્ર ભારતમાંથી GCCI ના સભ્યો જોડાયા હતા અને ગૌ આધારિત અર્થતંત્ર માટે મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.GCCI ના જનરલ સેક્રેટરી મિતલખેતાણી દ્વારા ઉપસ્થિત સર્વે નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ GCCI ના સભ્ય સાકેતમણિ ત્રિવેદી એ માહિતી આપતા જણાવ્યુ કે “ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી” સેમીનાર નું “ઇન્ટરનેશનલ ડિસાસ્ટર રિસ્ક રિડક્શન ડે 2025” તા.13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ નવી દિલ્હી સ્થિત ડૉ.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ ખાતે કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સમિટનો ઉદ્દેશ્ય ભારતને ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો છે. ગૌ આધારિત કૃષિ, પંચગવ્ય, કુદરતી ખેતી અને ગૌશાળા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવું, રોજગારના નવા અવસર ઊભા કરવા અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવાની સાથે આ સમિટ ગાય અને પંચગવ્યના માધ્યમથી આપત્તિ જોખમ ઘટાડો, હવામાન પરિવર્તન સામે રક્ષણ અને સાશ્વત વિકાસ જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સમાજને યોગ્ય દિશા આપશે. આ સમીટ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિનિર્માતાઓ, વિદ્વાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
GCCI ના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા એ GCCI ના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫, અમદાવાદના GMDC મેદાન ખાતે યોજાનાર સ્વદેશોત્સવ એક્સ્પો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાના મંત્રને પ્રોત્સાહન આપે છે. આ સ્વદેશોત્સવ એક્સ્પોમાં GCCI દ્વારા “ગૌટેક ૨૦૨૫” ના વિશેષ પેવિલિયનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આગામી માર્ચમાં ગૌટેક – ૨૦૨૬, પુણે માટેની ચર્ચા
કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભરતભાઈ સાવલિયા, ભરતભાઇ રાજપુરોહિત, દિલીપ ગુપ્તા,હેમ શર્મા,ડો.કમલ ટાઉરી, રમેશભાઈ રુપારેલિયા, પુરન યાદવ, હિરેન હાપલિયા, ચેતનાબેન મારવનીયા, ડો. બિમલ,ડો, એન.એમ.મારકંડે, પ્રો. પુણ્યમુર્તિ સહિત અનેક મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
બેઠકના અંતમાં GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગરે આભાર વિધિ કરી ઉપસ્થિત સર્વે નો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર બેઠકનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશે વધુ માહિતી માટે તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવો.















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































