નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્મનારપ્રત્યેક બાળકો/બાળકીઓના નામે ૧ વૃક્ષનું વાવેતર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ’ગ્રીન કવર’માં અને પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે ૧ વૃક્ષનું વાવેતર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.