#Blog

રાજકોટના લોક લાડીલા મેયર નયનાબેન પોતાના જન્મદિનની ઉજવણી સદભાવના વૃધ્ધાશ્રમનાં વૃધ્ધ વડીલ માવતરોને ભોજન કરાવી આશીર્વાદ મેળવી કરશે.

સાથમાં પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીને મકાઈ, શ્વાનોને દૂધ–રોટલા, કીડીને કીડીયારૂ, ગૌમાતાના ઘાસ ખવડાવવા સહિતની જીવદયા પ્રવૃતિઓ કરાશે.

અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટના લોક લાડીલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા પરિવાર સહિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રૂબરૂ પધારીને પોતાના જન્મદિન નિમીતે કેક કાપીને કે કોઈ ભપકાદાર ઉજવણી કરવાને બદલે સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોને સ્વહસ્તે ભોજન કરાવીને ઉજવણી કરી કરશે. સાથમાં પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીને મકાઈ, શ્વાનોને દૂધ–રોટલા, કીડીને કીડીયારૂ, ગૌમાતાને ઘાસ ખવડાવવા સહિતની જીવદયા પ્રવૃતિઓ કરાશે.

અત્રે ઉલેખ્ખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 660 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી 200 વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. 30 એકરની જગ્યામાં 5000 વડીલો સમાઈ શકે તે માટે 1400 રૂમવાળું સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનાં લોક લાડીલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાનાં  આ પ્રેરણાદાયી પગલાથી વૃદ્ધોના કલ્યાણ માટેનાં સારા કાર્યને પ્રોત્સાહન મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *