જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી

દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજિત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક સંમેલનમાં ભાગ લેશે
વિશ્વ શાંતિ કેન્દ્ર વૈશ્વિક શાંતિ અને સદભાવના માટે મોટી ભૂમિકા ભજવશે – દલાઈ લામા
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ આજે ધર્મશાળામાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બૌદ્ધ ધર્મગુરુ પરમ પાવન દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. આ પ્રસંગે તેમણે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આંતર ધાર્મિક સંમેલન વિશે માહિતગાર કર્યા. જેમાં ભાગ લેવા માટે દલાઈ લામાજી આશીર્વાદભેર સંમતિ આપી. આ અવસરે દલાઈ લામાજીએ જણાવ્યું કે આજેના વૈશ્વિક સંદર્ભમાં આંતર્ધર્મ સંવાદ અત્યંત મહત્વપૂર્ણ છે. સહ આસન અને સહ ચિંતનથી અનેક વિવાદોનું ઉકેલ લાવી શકાય છે. તેમણે કહ્યું કે મહાવીર અને બુદ્ધ એકજ માતાના જમણા-ડાબા સંતાન છે. ભગવાન મહાવીરે અહિંસાનો સંદેશ આપ્યો હતો અને ભગવાન બુદ્ધે કરુણાનો. અહિંસા અને કરુણાના માર્ગે જ વિશ્વને વિનાશથી બચાવી શકાય છે. તેમણે અહિંસા વિશ્વ ભારતી દ્વારા ભારતમાં પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપનાને આજના યુગની આવશ્યકતા ગણાવી અને આચાર્ય લોકેશજીને યુવાપીઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. આ પ્રસંગે હિમાલય કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ લો્બસંગ ફુન્સંગ પણ ઉપસ્થિત રહ્યા.