ગૌમાતાને લીલુઘાસ તેમજ ગોળ અર્પણ કરી ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા.
કિશાન ગૌશાળા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. 100 કરવા તેમજ ગૌમાતાને “રાજ્ય માતા” જાહેર કરવા પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરાઈ હતી.
રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી.કુંવરજીભાઈ બાવળિયાએ કિશાન ગૌશાળાની મુલાકાત દરમ્યાન ગૌમાતાને લીલુઘાસ તેમજ ગોળ અર્પણ કરેલ અને ગૌમાતાની પૂજા કરી સર્વસુખ પ્રદાન કરનારી ગાય માતાની અને સનાતન સંસ્કૃતિમાં પૂજ્ય ગાય માતા કે જેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે, એવી વિશ્વ ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરી સકારાત્મક શક્તિ અને ધન્યતા અનુભવી હતી. તેમજ કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ તથા કિશાન ગૌશાળા ગૌસેવકો દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું ગૌમાતાની પ્રતિમા અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ગુજરાતમાં ગૌમાતાની સંરક્ષણ અને સિદ્ધાંતોને મજબૂત બનાવવા માટે ગાય માતાને “રાજ્ય માતા” નો દરજ્જો આપવામાં આવે, ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી જતી મોંઘવારી અને ઘાસચારાના ખર્ચને ધ્યાને રાખી તે રુ. 100 પ્રતિ પશુદીઠ, દૈનિક આપવા અંગે તેમજ અલગ ગૌ મંત્રાલય અને પશુ કલ્યાણ મંત્રાલયની રચના પશુઓના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે અલગ મંત્રાલય બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
આ પ્રસંગે કિશાન ગૌશાળાનાં પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ગૌપ્રેમી સ્વજનો રમેશભાઈ ઠકકર, જગદીશભાઈ પીપળીયા, લવજીભાઈ, વિરલભાઈ પાદરીયા, ગોપાલભાઈ દેસાઈ, શંભુભાઈ ચોવટીયા, રસીકભાઈ વોરા, કિરીટભાઈ સંઘાણી, મહેશભાઈ ગઢીયા સહિતનાઓ ઉપસ્થિત રહયાં હતાં.
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.