#Blog

સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે  1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનામુખ્ય દાતાશ્રી (1) હસ્તે પાલનપુર નિવાસી હાલ મુંબઈના માતુશ્રી મંજુલાબેન કિર્તીલાલ શાહ, રાજેનભાઈ કિર્તીલાલ શાહ, દિપ્તીબેન રાજેનભાઈ શાહ, માલવ, બીજલ, બિનોય, સ્નેહા, મિશ્કા, યુવરાજ, અનુષ્કા (2) દયા અને કરૂણાની વારસાગાથા જેણે અનેક જીવજંતુઓના જીવનમાં યથાર્થ પરીવર્તન લાવ્યું છે એવી સંસ્થા જૈન સેન્ટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા અને JAINA USA તથા (3) માતુશ્રી હીરાબેન શકરચંદ મોહનલાલ શાહ હસ્તે મનુભાઈ શાહ, કલાબેન મનુભાઈ શાહ, બિરેનભાઈ, રાજેશભાઈ, મેઘાબેન, રીન્કુબેન, મોહિત,વિરાજ, ધ્વની, (લીંબોદ્દા–મુંબઈ), સુપુત્રીઓ શ્રીમતી રૂપાબેન પ્રદિપકુમાર શાહ (માણસા), શ્રીમતી વૈશાલીબેન મિહિરકુમાર શાહ (પાટણ) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી શેડનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહનું શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓએ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું, તેમજ મંચ પર ઉપસ્થિત સૌ મહેમાનું સાલ ઓઢાડી તથા મોમેન્ટો આપીને સમસ્ત મહાજનના ડો. ગીરીશ શાહ તથા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તેમના જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 850 થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા 150 વર્ષ જૂની છે. સંસ્થાની માલીકીની 1200 એકર જ્મીન છે. જેમા કુદરતી ઘાસ ઉગાડીને 2300 અબોલ જીવોને સાતા આપવાનું કાર્ય સંસ્થા દ્વારા થઇ રહ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકેકેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, ગુરુજી અર્જુનભાઈ દેસાઈ (શ્રી સધીમાં મંદિર, રંગપુર ધામ, તા.માણસા, જિ. ગાંધીનગર)  તથા અતિથિ વિશેષ વિરમગામના લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ તથા પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, જનકભાઈ પટેલ (પ્રમુખશ્રી- તાલુકા પંચાયત, વિરમગામ),  વજુભાઈ ડોડીયા (પૂર્વ ધારાસભ્યશ્રી, વિરમગામ), પ્રમોદભાઈ બી. પટેલ (વિરમગામ કારોબારી ચેરમેન અ. જિ. પંચાયત), વિષ્ણુભાઈ જાદવ (અ. જિ. પંચાયત સદસ્ય ), દિપકભાઈ બી. પટેલ (ઉપપ્રમુખ અ. જિ. ભાજપ), નરેશભાઈ શાહ (પૂર્વ પ્રમુખ, વિરમગામ શહેર), શ્રીમતી કામિનીબેન મુનસરા (પ્રમુખ, વિરમગામ નગરપાલિકા), દેવાજી ઠાકોર (પ્રમુખ, વિરમગામ શહેર ભાજપ), હિતેશભાઈ જાદવ (વિરમગામ તા. પં. સદસ્ય), હરિભાઈ પરમાર (વિરમગામ તા. પં. સદસ્ય), ચેતનભાઈ પંડ્યા (સરપંચશ્રી, ઓગણ), દશરણભાઈ ડાકોર (સરપંચશ્રી, કરકથલ)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે તથા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, દેવેન્દ્રભાઈ જૈન (ટ્રસ્ટીશ્રી -સમસ્ત મહાજન), ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી, વિરમગામ જીવમૈત્રી ધામના ટ્રસ્ટીશ્રીઓ, જીવદયાપ્રેમીઓ, દાતાશ્રીઓ સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતા.

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા અંગેની વિશેષ માહિતી માટે પંકજભાઈ ગાંધી (મો. 9427052077), શ્યામભાઈ (મો. 8238128999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *