શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો યોજાયો. સમગ્ર વિશ્વમાંથી 145લગ્નોત્સુક એન.આર.આઈ.રઘુવંશીયુવક-યુવતીઓએ ભાગલીધો હતો.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૩ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો માટે ‘પરીચય મેળા’ નું આયોજન કરાયું હતું.
પરિચય મેળામાં આશરે 80 યુવકો અને 65 જેટલી યુવતીઓ દેશ વિદેશ માંથી ઉત્સાહ થી તેમના વડીલ સભ્યો સાથે જોડાયેલ. અમેરિકા, કેનેડા, યુરોપ, જાપાન, જર્મની, ફ્રાન્સ, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, દુબઇ,યુ.એ.ઈ. માં વસતા રઘુવંશી સમાજના ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા યુવક-યુવતીઓના લગ્ન માટેનાં પરિચય મેળામાં જોડાયા હતા.
વિદેશમાં વસતા લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને અનુકૂળ પાત્ર મળી રહે તેવા શુભ હેતુથી બીજી વખત ઓનલાઇન પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુકત સમાજ’ બને, તથા કુમળા ફુલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વેવિશાળ માહિતી-માર્ગદર્શન અપાય છે. આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહયું છે.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ના ઉપક્રમે શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન પરીચય મેળા’ ને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, સૌરાષ્ટ્ર-કચ્છની યુવા પાંખના અધ્યક્ષ કલ્પેશ હરીશભાઈ પલાણ, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, મહામંત્રીઓ સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા, થેલેસેમીયા સમિતીનાં જીતુલભાઈ કોટેચા, બાલાભાઈ સોમૈયા, ધર્મેશભાઈ કકકડ, રાજકોટ યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા, ચેતનભાઈ ગણાત્રા, રાજેશભાઈ કારીયા, હિરેનભાઈ મહેતા, દિલીપભાઈ કુંડલીયા, નીતીનભાઈ ભુપતાણી, પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર સહિતનાંઓએ જહેમત ઉઠાવી હતી.
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા આયોજિત નિઃશુલ્ક ઑનલાઇન પરિચય મેળાના માધ્યમથી દરેક ઉમેદવારને પોતાનું મનપસંદ પાત્ર મળી જાય તેવી મનુભાઈ મીરાણી, મિતલ ખેતાણી, સંજય કક્કડ, જયેશ ઠક્કર, નીતિન રૂપારેલિયા, દિલીપ કુંડલિયા, કિરણ ધામેચા, જયેશ ઠક્કર,રાજેશ કારીયા સહિતની ટીમે શુભેચ્છા પાઠવી હતી.
વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩) પર બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.