#Blog

નેસ્કો ગ્રાઉન્ડમાં 209 તપસ્વીઓની અનુમોદનાર્થે શ્રી સંઘમાં પાંચ દિવસનો ભવ્યાતિભવ્ય જાજરમાન મહોત્સવ યોજાયો.

શ્રીનગર જૈન સંઘ, ગોરેગામ (વેસ્ટ)ના આંગણે પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લભ મ.સા.નું સુંદર મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે.

ગુરુદેવશ્રઈની પ્રેરણાથી શ્રી સંઘમાં 100 દિવસના ભદ્રતપનું આયોજન થયું હતું આ તપશ્ચર્યામાં 209 આરાધકો જોડાયા.

નેસ્કો ગ્રાઉન્ડમાં 209 ભદ્રતપનો ઐતિહાસિક પારણોત્સવ યોજાયો હતો જે અંતર્ગત ગોરેગામના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં 45 બગી, 11 વિન્ટેજ કાર, 10 બેન્ડ, અનેક નૃત્ય મંડળી, શ્રીનગર જૈન સંઘનું 350 થી અધિક યુવાનોનું બેન્ડ સહિત અનેક આકર્ષણો હતતા. આ શોભાયાત્રામાં 2000થી અધિક ભાવિકો જોડાયા હતા. 100 દિવસના આ તપમાં 75 ઉપવાસ તથા 25 બિયાસણાં આવે. અત્યંત કઠીન અને અતિદીર્ઘ આ તપ છે.

તપશ્ચર્યાનું શિખર પર્વ એવો 209 તપસ્વીઓનો પારણોત્સવ ગોરેગામના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા. આદિ અનેક ગુરુભગવંતો તથા મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રીમતી વિદ્યા ઠાકુરજી (એમએલએ), જયપ્રકાશ ઠાકુરજી (મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ), હર્ષ પટેલ (નગરસેવક), દીપકભાઈ ઠાકુર (નગરસેવક), ભાર્ગવ પટેલ આદિ અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.  આ પ્રસંગે સમગ્ર મુંબઈના જૈન સમાજના અગ્રણીઓ, જુદા જુદા સંઘોના ટ્રસ્ટીઓ તથા વિવિધ પુણ્યવાનો પધાર્યા હતા. સદીઓના ઈતિહાસ બાદ અને ઈતિહાસમાં સદીઓ સુધી યાદ રહે એવો જાજરમાન અને ભવ્યાતિભવ્ય પારણા મહોત્સવ 15,000ની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં 209 તપસ્વીઓનો ભદ્રતપનો ઐતિહાસિક પારણોત્સવ સંપન્ન થયો.

ગૌરેગામ (વેસ્ટ)ની ધન્યધરા પર શ્રીનગર જૈન સંઘના આંગણે સુવર્ણ જયંતિ વર્ષે શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ના આજ્ઞા આશીર્વાદથી પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરિ મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લ્ભ વિજયજી મ. સા. નું ચાતુર્માસ ચાલી રહ્યું છે.

ચાતુર્માસ દરમિયાન સિદ્ધાંત દિવાકર શ્રી જયઘોષસૂરિ મહારાજાના આલંબનથી શ્રી સંઘમાં સામૂહિક ભદ્રતપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અતુલકુમાર વ્રજલાલ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *